: ૩૮ : આત્મધર્મ : શ્રાવણ–ભાદ્ર : રપ૦૦
ઝળકી રહ્યો છે તેની તૂલના થઈ શકે તેમ નથી. હજારો વીજળીના ઝબકારા પણ તમારી
સ્વાનુભૂતિના અતીન્દ્રિયપ્રકાશના એક નાનકડા અંશનેય પહોંચી શકે તેમ નથી. તમારા
સ્વાનુભવરસના અતિમધુર સ્વાદ પાસે જગતના બધા મિષ્ટાનો સર્વથા નીરસ લાગે છે.
બસ, આ રીતે આપના અંતરની આત્મિક ઓળખાણ વડે જીવને પોતાને જ્યારે
સ્વાનુભૂતિપ્રકાશ જાગે, જ્યારે તે નિજચૈતન્યપદમાં આરૂઢ થાય, ને જ્યારે સમ્યક્ત્વાદિ
ચૈતન્યરત્નોથી તે અલંકૃત થાય ત્યારે જ આપના જેવા ધર્માત્માનો સાચો મહિમા તે
ઓળખી શકે છે...ને ઓળખાણપૂર્વકનો જે મહિમા આવે છે તે કોઈ અદ્ભુત હોય છે.
સ્વાનુભૂતિ અનુપમ છે, સ્વાનુભૂતિથી બાહ્ય બીજા કોઈપણ પદાર્થ વડે તેની કિંમત કે
તેનો મહિમા પૂરો પડી શકે જ નહિ. માત્ર આવી સ્વાનુભૂતિ વડે જ હે માતા! આપ
મહાન છો, ને આપનું પવિત્ર જીવન મુમુક્ષુઓ ને પણ તે સ્વાનુભૂતિની પ્રેરણા આપી
રહ્યું છે. અહો, સાધર્મીજનો! ધર્માત્માઓની સ્વાનુભૂતિને ઓળખો ને તમે પણ એવી
સ્વાનુભૂતિ કરો...એ જ સવોત્કૃષ્ટ ભક્તિ છે, એ જ સાચી ધર્મપ્રભાવના છે, ને એ જ
માતાજીની આજ્ઞા છે.
આ ઉત્સવ દરમિયાન ધર્માત્મા–સંતોની ચેતનાપરિણતિનો અચિંત્ય મહિમા
ગુરુદેવના શ્રીમુખે સાંભળતાં એમ થતું કે ‘વાહ! ચંપાબેન તો ખરેખરા ચેતનાબેન છો!
અહો, જેમની ચેતના અને જેમનું જીવન સ્વાનુભૂતિમાં પરમ નિમિત્ત થયા છે તેમના
ઉપકારની શી વાત! અસંખ્યપ્રદેશે અનુભૂતિમાં વણાઈ ગયેલા તે ઉપકારને માત્ર
શાબ્દિક અંજલિ વડે વર્ણવી શકાય તેમ નથી. શબ્દાતીત તેમની સ્વાનુભૂતિ જયવંત
વર્તો...તે અભિનંદનીય છે, તેને મારા નિરંતર ભાવનમસ્કાર છે. –હરિ.
આ.ત્મ.ધ.ર્મ.
* સર્વે જિજ્ઞાસુઓનું પ્રિય આત્મધર્મ–માસિક હિન્દી ગુજરાતી બંને ભાષામાં પ્રગટ
થાય છે. ગુજરાતી–અંક દરમહિનાની વીસમી તારીખે પોસ્ટ થાય છે. (અત્યાર
સુધી દસમી તારીખે પોસ્ટ થતું તેને બદલે હવેથી દસ દિવસ મોડું કરીને વીસમી
તારીખે પોસ્ટ થશે.)
* આ અંક શ્રાવણ તથા અધિક ભાદરવા માસના સંયુક્તઅંક તરીકે ગણેલ છે.
એટલે અધિકમાસનો વધારાનો અંક પ્રગટ થશે નહિ. હવેનો અંક બીજા
ભાદ્રમાસમાં સપ્ટેમ્બરની વીસમી તારીખે પોસ્ટ થશે.