: શ્રાવણ–ભાદ્ર : રપ૦૦ આત્મધર્મ : ૩૭ :
સ્મૃતિનો આંશિક ઉલ્લેખ છે; તેની સાચી ને પૂરી વિગત સમજવા માટે આપણે છવ્વીસ
વર્ષ પહેલાંંના એક પાવન પ્રસંગને યાદ કરીશું. છવ્વીસ વર્ષ પૂર્વે એટલે કે સંવત
ર૦૦૪ના પોષ માસમાં (ગુરુદેવના એક સ્વપ્નના અનુસંધાનમાં) પૂ. બેનશ્રીને જે
વિશેષ જાતિસ્મરણ આવ્યું તેમાં, પૂર્વભવે ભગવાન પાસે એમ સાંભળેલું કે આ
રાજકુમાર (એટલે કે કહાનગુરુ) નો જીવ ભવિષ્યમાં ધાતકીખંડમાં સૂર્યકીર્તિ નામના
તીર્થંકર થશે, ને તે વખતે દેવાભાઈ તથા લાભભાઈ બંને (એટલે કે ચંપાબેન અને
શાંતાબેન) ના જીવો તે તીર્થંકરના પુત્રો થઈને, અનુક્રમે દેવેન્દ્રકીર્તિ તથા ચંદ્રકીર્તિ
નામના તેમના ગણધરો થશે.
–અહા, ગુરુદેવે જ્યારે પૂ. બેનશ્રીના શ્રીમુખથી આ મહાન મંગળકથા સાંભળી,
ત્યારે તેમને જે અદ્ભુત પ્રમોદ થયેલો–તે અમે નજરે જોયો છે, ને તેની યાદી આજેય
રોમાંચ ખડા કરી દે છે. હજારો મુમુક્ષુઓ ગુરુદેવના શ્રીમુખથી એ ભૂત–ભવિષ્યની
પાવન કથા સાંભળીને, તથા વર્તમાનને નજરે નીહાળીને ધન્ય બન્યા છે. ગુરુદેવના
મહાન પ્રમોદને લીધે, તે મંગલ જાતિસ્મૃતિના અનુસંધાનમાં તે વર્ષે (એટલે કે આજથી
ર૬ વર્ષ પહેલાંં) ગુરુદેવની પ૯મી જન્મજયંતિ પ્રસંગે અતિ ભવ્ય ઉલ્લાસપૂર્વકનો
ઉત્સવ સોનગઢમાં ઉજવાયો હતો.–કોણ ભૂલી શકે એનાં મધુર સંભારણાં! એવા
આનંદના સંભારણાં સોના–ચાંદીમાં કોતરવાની ભાવના મુમુક્ષુઓને થાય–એ કાંઈ
આશ્ચર્યની વાત નથી.
–આવા અનેકવિધ ઉત્સવો વડે જેમની ભક્તિ–બહુમાન કરવામાં આવે છે તેઓ
ચેતનારી ચેતના, તે તો કેવી અલિપ્ત છે! આવી જ્ઞાનચેતનારૂપે પરિણમતા સંતોની
તૂલના કે ઓળખાણ બહારના ગમે તેવા ઠાઠ–માઠવડે થઈ શકે નહિ. અરે, ત્રણલોકનો
વૈભવ પણ જેની પાસે નાનો છે એવી મહાન આત્મ–અનુભૂતિ–તેની ગંભીરતાને
ઓળખતાં તેવો ભાવ પોતામાં પ્રગટ થાય–તે જ ધર્માત્માની સાચી ઉપાસના છે, તે જ
સર્વોત્કૃષ્ટ મહોત્સવ છે.–આવા મંગલ ઉત્સવવડે સર્વે સાધર્મીઓ પોતાનું કલ્યાણ કરો.
અહો માતા! દુનિયાના ગમે તેવા ઊંચા રત્નસિંહાસન ઉપર આપને બિરાજમાન
કરવામાં આવે, પણ સ્વાનુભૂતિવડે જે અંતરના નિજપદના સિંહાસને આપ બિરાજ્યા
છો તેની તુલના બીજું કોઈ સિંહાસન કરી શકે તેમ નથી. તમારા ચૈતન્યપદ પાસે ઈન્દ્રનું
ઈંદ્રાસન પણ અપદ લાગે છે. ભક્તલોકોએ તમને ચપટી હીરાથી વધાવ્યા,–અરે! ત્રણ
લોકના હીરા–પન્ના માણેક ભેગા કરીને વધાવીએ તોપણ, જે ચૈતન્યહીરો આપના અંતરમાં