અમૃત પીવડાવ્યું છે. અને, તેઓશ્રીના અંતરમાં વર્તતી આવી આત્મ–આરાધનાને લીધે
જ તેઓશ્રીનું જીવન મહાન પવિત્ર–પૂજ્ય અને પ્રશંસનીય છે. તેમની એ આરાધનાને
ઓળખવી એ જ તેમના પ્રત્યેની સર્વોત્કૃષ્ટ ભક્તિ છે ને એ જ તેમનો સાચો મહોત્સવ
છે. અહા, જે જન્મમાં આવી આરાધના પ્રાપ્ત થઈ તેનો જેટલો ઉત્સવ કરીએ તેટલો
ઓછો છે. તેથી ગુરુદેવ પણ પ્રમોદથી કહેતા હતા કે લોકોને ઘણો ઉત્સાહ છે.–પણ
આરાધક ધર્માત્માનો તો જેટલો મહિમા કરીએ એટલો ઓછો છે. વાહ! આત્મઆરાધના
એ જગતમાં સર્વોત્કૃષ્ટ સુંદર વસ્તુ છે. એવી આરાધના વડે શોભતા ધર્માત્મા, બીજા
જીવોને પણ આરાધનાની મહાન પ્રેરણા આપે છે.–અને, એવી આરાધનામાં પોતાના
આત્માને જોડીને જ આરાધક મહાત્માઓની સત્ય ભક્તિ થાય છે.
થતા જાય છે, ને તેના જ્ઞાનમાં ધર્માત્માના ગુણોનું વધુ ને વધુ બહુમાન જાગતું જાય છે;
અંતે તેની પરાકાષ્ઠાએ પહોંચતાં પોતે પણ તેવા ગુણોની અનુભૂતિ કરે છે.
અંતેવાસી એવા પૂ. શાંતાબેને વાંચનમાં પણ પૂ. બેનશ્રી ચંપાબેન પ્રત્યે ઉપકાર–બુદ્ધિથી
કહ્યું કે પૂ. બેનશ્રીનો મારા ઉપર તો મહાન ઉપકાર છે; તેમના પ્રતાપે મને આત્માનો
મહાન લાભ થયો છે. ’ બેન દ્વારા પૂ. બેનશ્રીને શ્રીફળ અર્પણ કરીને અભિનંદવાનું એ
સમયનું દ્રશ્ય મુમુક્ષુઓને ભાવવિભોર કરતું હતું.
તીર્થંકરપ્રભુની સભાનું દ્રશ્ય તથા ભવિષ્યની તીર્થંકરસભાનું દ્રશ્ય બતાવવામાં આવ્યું છે,
ને પૂ. બેનશ્રીના આત્મા તે બંને પર્યાયમાં તીર્થંકરનો ઉપદેશ ઝીલી રહેલ છે; તથા વચ્ચે
તેમની વર્તમાનદશાની શાંતમુદ્રાનું દર્શન થાય છે.–આ જે ચાંદીની પ્રતિકૃતિ છે તેમાં જાતિ–