Atmadharma magazine - Ank 370
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 42 of 49

background image
: શ્રાવણ–ભાદ્ર : રપ૦૦ આત્મધર્મ : ૩પ :
છીએ...જેમ ભગવાનની ધર્મસભામાં કોઈને (સિંહ અને હરણને, સર્પ અને નોળીયાને–
વગેરે જાતિ–વિરોધીઓને પણ) વેરવિરોધની લાગણીઓ રહેતી નથી, મૈત્રીભાવ જ રહે
છે, તેમ આપણામાં સૌમાં (મહાવીરના સમસ્ત ભક્તોમાં) ક્્યાંય પરસ્પર કલેશ કે
વેરવિરોધની વૃત્તિ ન હોય, હોય તો દૂર થઈને અત્યંત મૈત્રીભાવ વર્તે, ધાર્મિકસ્નેહની
પવિત્ર ધારા વધુ ને વધુ વહેતી થાય; એકબીજાના સુખના પોષક ને દુઃખના હારક
બનીએ, એ સૌનું કર્તવ્ય છે. ‘
सत्वेषु मंत्रो गुणीषु प्रमोदं... ’ અહા, કેવી મજાની સુંદર
ભાવના આપણા વીતરાગશાસનમાં ભરી છે!
બહારના બાગ–બગીચા કે દવાખાના કરવા કરતાં સૌથી પહેલાંં સાધર્મીઓ તરફ
ધ્યાન આપશો. ભગવાનમહાવીરનું શાસન જૈન–સાધર્મીઓ વડે શોભશે. પરદેશીઓમાં
પ્રચારની ધૂન કરતાં સ્વદેશના સાધર્મીઓમાં મહાવીરપ્રભુના તત્ત્વજ્ઞાનનો પ્રચાર થાય,
ને ધર્મસેવનમાં કોઈ પણ સાધર્મીને કંઈ પણ કષ્ટ ન રહે–તેમ કરવું અત્યંત જરૂરી છે.
વિશેષ ઘણું કરવાનું છે તે હવે પછી લખીશું.
* *
પૂ. બેનશ્રીનો જન્મોત્સવ એટલે સ્વાનુભૂતિનો મંગલોત્સવ
ભારતના એકેએક મુમુક્ષુ જેમના પ્રસિદ્ધ મહિમાને જાણે છે, ને જેમની પ્રશંસાના
ઉદ્ગાર ગુરુદેવના શ્રીમુખથી પણ ઝરે છે, એવા સ્વાનુભૂતિસમ્પન્ન પૂ. બેનશ્રી
ચંપાબેનની ૬૧ મી જન્મજયંતીનો મહોત્સવ સોનગઢમાં ખૂબ આનંદ–ઉલ્લાસથી
ઉજવાયો હતો...બહારગામથી ઘણા મુમુક્ષુઓએ સોનગઢ આવીને આ મંગલ ઉત્સવમાં
ભાગ લીધો હતો, ને સૌએ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી. આપણે અહીં તેના ખાસ
પ્રયોજનભૂત પ્રસંગોનું જ અવલોકન કરીશું.
• મંગલ સન્દેશ •
જન્મોત્સવની ખુશાલીમાં મુમુક્ષુસમાજ દર્શન કરવા ગયેલ ત્યારે પૂ. બેનશ્રીએ
ચૈતન્યની પ્રસાદીરૂપે મંગલ વચનોમાં કહ્યું કે–
“આનંદમય ચૈતન્યતત્ત્વ છે તે જ જગતમાં પરમ સર્વોત્કૃષ્ટ તત્ત્વ છે.
આવા આત્માની આરાધના જીવનમાં કરવા જેવી છે. બાકી તો બધા બહારના
ઠાઠમાઠ છે. અંદર દેહથી જુદું, રાગથી જુદું ચૈતન્યતત્ત્વ ઉત્કૃષ્ટ છે, તેની
ઓળખાણ, શ્રદ્ધા ને લીનતા કરવી તે જ કરવા જેવું છે.”