Atmadharma magazine - Ank 370
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 41 of 49

background image
: ૩૪ : આત્મધર્મ : શ્રાવણ–ભાદ્ર : રપ૦૦
હમણાં દીવાળી આવશે ને આપણા મહાવીરતીર્થંકરના મોક્ષગમનના પચ્ચીસસો
વર્ષ પૂરા થશે...અહા, મોક્ષપદ એટલે જગતનું સર્વોત્કૃષ્ટ પદ,–તે મોક્ષનો મહોત્સવ એ
જગતનો સર્વોત્કૃષ્ટ મંગલ મહોત્સવ છે.–આવો ઉત્સવ, અને તેમાં પણ અઢીહજાર વર્ષની
પૂર્ણતાનો ભવ્ય ઉત્સવ, આપણા જીવનના અવસરમાં જ ઉજવવાનું સૌભાગ્ય આપણને
મળી રહ્યું છે.–તો અંતરમાં આપણે આપણા આત્માને મોક્ષસન્મુખ કરીને, અને બહારમાં
તન–મન–ધન–સર્વ પ્રકારથી, આ મહાન મોક્ષઉત્સવને શોભાવીએ...ને વીરનાથના
શાસનની ખૂબ–ખૂબ સેવા કરીએ તે આપણું કર્તવ્ય છે; ને તેમાં આપણે સમસ્ત જૈનો
એકમત છીએ.
હવે એકમતથી નક્કી થયેલું જે આપણું કર્તવ્ય, તેની સિદ્ધિ માટે આપણે શું
કરવું? તેનો થોડોક વિચાર અહીં રજુ કરીએ છીએ–
સૌથી પહેલાંં આપણા સર્વજ્ઞ–વીતરાગ મહાવીર ભગવાનનું સ્વરૂપ ઓળખીને,
તેમણે કહેલા મોક્ષમાર્ગનું (–સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રનું) સત્ય સ્વરૂપ ઓળખીને, તે
માર્ગને સાધવા માટે તત્પર બનીએ, ને તેનો પ્રચાર કરીએ. મહાવીર પ્રભુના સર્વોત્કૃષ્ટ
વીતરાગમાર્ગને જગતના બીજા કોઈ માર્ગ સાથે ન સરખાવીએ, બીજા માર્ગ તરફ ન
જઈએ, ને મહાવીરપ્રભુના જ માર્ગે જઈએ.–આ મૂળભૂત પાયો દરેક જૈનમાં હશે તો જ
આપણે મહાવીરભગવાનના મોક્ષના ભવ્ય ઉત્સવનો મહેલ તૈયાર કરી શકીશું.
સમાજદ્રષ્ટિએ, એટલે કે મહાવીરભગવાનના ભક્ત તરીકે બધા જૈનસમાજે,
પરસ્પરના વેરવિરોધ વગર એક થઈને રહેવાનું છે.–કઈ રીતે?–જાણે કે
મહાવીરભગવાન આજે આપણી સન્મુખ બિરાજી રહ્યા છે, ને આપણે સૌ પ્રભુના
ધર્મદરબારમાં બેઠા