: શ્રાવણ–ભાદ્ર : રપ૦૦ આત્મધર્મ : ૩૩ :
એકસરખા બે અસંખ્ય લ્યો; તેમાંથી પહેલાંમાં એક ઉમેરો (અસંખ્ય+૧) અને
બીજામાં બે ઉમેરો (અસંખ્ય+ર); તો તે બંને અસંખ્યમાંથી એક ‘એકી’ હશે ને એક
‘બેકી’ હશે. ષટ્ખંડાગમમાં પણ કર્મપ્રદેશોની સંખ્યામાં એકી–બેકી (ओज–युग्म) નું
વર્ણન આવે છે.
* જ્ઞાનની મહાનતા *
અહા, ચૈતન્ય–મહાતત્ત્વને જેણે સાક્ષાત્ પકડયું તે ક્ષયોપશમજ્ઞાનને અલ્પ કેમ
કહેવું? મહાન અતીન્દ્રિય સ્વસંવેદનપણે ખીલી ગયેલું તે જ્ઞાન તો મહાન છે. ઈન્દ્રિયો કે
રાગવડે જેની તાકાતનું માપ ન થઈ શકે–એવી મહાન ગંભીર તાકાત તે જ્ઞાનમાં છે.
રાગથી છૂટું પડ્યું તે જ્ઞાનની તાકાતની શી વાત!
* શુદ્ધતારૂપે પરિણમેલો આત્મા શુદ્ધ છે *
સ્વભાવથી બધા આત્મા જ્ઞાયક શુદ્ધ છે...પણ તેની સન્મુખ થઈને જેણે
અનુભવમાં લીધો તેને તે શુદ્ધ પરિણમ્યો છે. રાગથી ભિન્ન થઈને અને જ્ઞાયકસ્વરૂપમાં
અભિન્ન રહીને જેણે એકત્વ–વિભક્ત આત્માને ઉપાસ્યો તેને જ તે શુદ્ધપણે અનુભવમાં
આવ્યો છે. પોતાને સ્વાનુભૂતિ થયા વગર ‘મારો આત્મા શુદ્ધ છે ’ એમ કઈ રીતે જાણી
શકાય? માટે શુદ્ધરૂપે પરિણમેલો આત્મા જ અનન્યપણે પોતાને શુદ્ધ અનુભવે છે.
–આવી અનુભૂતિ તે જ સમ્યક્ત્વ છે.
* સમ્યગ્દ્રષ્ટિનું સ્વસંવેદનજ્ઞાન સિધ્ધકે સમાન *
પંચાધ્યાયીના બીજા અધ્યાયના ૪૮૯ મા શ્લોકમાં કહે છે કે–“ સમ્યગ્દ્રષ્ટિ જીવકે
આત્મા કો જાનનેવાલા સ્વસંવેદન–પ્રત્યક્ષ નામકા જ્ઞાન હોતા હૈ–જો સિદ્ધોંકે સમાન શુદ્ધ
હોતા હૈ.”
–અહો, આત્માને જાણનારું સમ્યગ્દ્રષ્ટિનું સ્વસંવેદનપ્રત્યક્ષજ્ઞાન સિદ્ધભગવાન
સમાન શુદ્ધ છે. સિદ્ધનું જ્ઞાન અને સાધકનું જ્ઞાન એક જાતના છે. વાહ! જે જ્ઞાનને
સિદ્ધની ઉપમા લાગુ પડી તે જ્ઞાનમાં કષાયની મલિનતા ક્્યાં રહે? વીતરાગી–
શાંતરસના સ્વાદવાળું તે જ્ઞાન છે.