એક સન્નારી કી કથા સુનાતે હૈં’...વગેરે સુમધુરાં ગીતોથી ગુંજતું હતું. ખરેખર
ભારતવર્ષની આ યુગની અધ્યાત્મજ્ઞાનાનુભૂતિભૂષિત સર્વશ્રેષ્ઠ સન્નારીની જન્મજયંતી
ઊજવવા મુમુક્ષુજનો આનંદવિભોર થયા હતા. આ ઉત્સવને દીપાવવા શ્રી જિનમંદિર,
પરમાગમમંદિર તથા બ્રહ્મચર્યાશ્રમ વિદ્યુત–પ્રસાધનોથી શણગારવામાં આવ્યાં હતાં.
હીરકજ્યોતિ સમા વિદ્યુતસાથિયા તથા વિવિધરંગી વિદ્યુતશણગાર આ મંગલ પ્રસંગની
શોભામાં અભિવૃદ્ધિ કરતા હતા.
જન્મવધાઈનાં સુમધુર ગીતોથી તથા જયકારના મંગલ નાદોથી આશ્રમનું વાતાવરણ
આનંદવિભોર થઈ ગયું હતું. પૂજ્ય ગુરુદેવના મંગલ પ્રવચન પહેલાંં બ્રહ્મચારી બહેનોએ
પ્રાસંગિક ગીત દ્વારા તેમના પરમાધાર પૂજ્ય બહેનશ્રી પ્રત્યે શ્રદ્ધા–ભક્તિ અભિવ્યક્ત
કરીને આજના મંગલ મહોત્સવનું મંગલાચરણ કર્યું હતું.
કેસરનું તિલક કરી, તેમણે તથા તેમના પરિવારે હીરક જયંતીના પ્રતીકરૂપે હીરા–પન્ના–
સુવર્ણ–પુષ્પો વગેરેથી વધાવી, પૂજ્ય ગુરુદેવના મંગલ સાન્નિધ્યમાં તથા વિશાળ
મુમુક્ષુસમુદાયની ઉપસ્થિતિમાં પૂજ્ય બહેનશ્રીનું અતિ ભાવપૂર્ણ બહુમાન કર્યું હતું. આ
ધન્ય પ્રસંગ અદ્ભુત આશ્ચર્યકારી હતો. તે પ્રસંગની પૂજ્ય બહેનશ્રીની પ્રશમરસઝરતી
ઉદાસીન નિસ્પૃહ મુદ્રા જોઈને પૂજ્ય ગુરુદેવે પણ અહોભાવથી કહ્યું કે, ચંપાબેન તો
ખરેખર મહાન ધર્મરત્ન છે,..પ્રશમરસનો ઢાળો છે,...તેમને બહારનુ્રં આ બધું કાંઈ ગમતું
નથી, પણ ભક્તોને તો ભક્તિપ્રેમથી તેમનું બહુમાન કરવાના ભાવ આવે ને!!
બહેનશ્રીના ભૂત–વર્તમાન–ભાવી–એમ ત્રણ ભવના સંકેત સૂચવતી સુંદર કળાપૂર્ણ
‘રૌપ્યકૃતિ’ પૂ. બહેનશ્રીના કરકમળમાં સમર્પિત કરી હતી; તે પ્રસંગે શ્રી પ્રભાબેને સકલ
મહિલાસમાજ વતી શ્રદ્ધાંજલિભર્યું ભાવવાહી વક્તવ્ય પ્રસ્તુત કર્યું હતું. પૂ.