Atmadharma magazine - Ank 370
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 49

background image
: ૪ : આત્મધર્મ : શ્રાવણ–ભાદ્ર : રપ૦૦
બહેનશ્રીના બહુમાનના પ્રસંગનું મનોહારી વિરલ દ્રશ્ય જોઈ મુમુક્ષુઓનાં હૈયાં આનંદથી
ઊછળતાં હતાં; જયકારના ઊંચા મધુરા નાદોથી ગગનમંડળ ગુંજી ઊઠયું હતું;
આબાળગોપાળ સૌનાં હૃદયો ભક્તિઊર્મિથી ઊભરાતાં હતાં; સર્વત્ર આનંદ અને
પ્રસન્નતા છવાયેલાં દ્રષ્ટિગોચર થતાં હતાં.
આ મંગલ ઉત્સવના દિવસોમાં પૂજ્ય ગુરુદેવ પ્રસન્નભાવે અનેક વાર બોલતા
હતા કે–ચંપાબેનને બહારનું આ બધું બોજો લાગે છે; પણ લોકોને એમના ઉપર ભાવ છે,
ભક્તિપ્રેમ છે, એટલે લોકો તો એમનો ભાવ પ્રગટ કરે. બેને (ચંપાબેને) તો બધું
જોયા–જાણ્યા કરવું...લોકોનાં ભાગ્ય છે, વળી બાઈઓનાં તો મહાન ભાગ્ય છે કે આ
કાળે બેન (ચંપાબેન) જેવાં ધર્મરત્ન પાક્્યાં છે...એમના ઉપર બધાને એકસરખો પ્રેમ
છે;... લોકો એમના માટે કરે એટલું ઓછું છે;...એમને ક્્યાં કાંઈ છે? એમણે તો જે થાય
તે જોવું–જોયા કરવું;...અમે તો એમાં (લોકો તેમનો જન્મોત્સવ ઊજવે, તેમનું બહુમાન
કરે તેમાં) ખુશી છીએ;...લોકોને ઉત્સાહ છે, ઘણો ઉત્સાહ છે;...બેન તો ધર્મરત્ન છે.
ઉત્સવમાં ઘણું માણસ આવ્યું છે. લોકોને ચંપાબેન ઉપર ઘણા ભાવ છે–એમ
પૂજ્ય ગુરુદેવના હૃદયોદ્ગાર નીકળતા હતા ત્યારે પૂ. બહેનશ્રીએ અતિ અતિ નરમ
થઈને કહ્યું–‘અમે તો અમારા આત્માનું કરવા આવ્યા છીએ (અર્થાત્ અમને આ બધું
ઉપાધિ લાગે છે). પૂજ્ય ગુરુદેવ, તેમની સહજ નિસ્પૃહતા જોઈ, પ્રસન્ન ચિત્તે
ધર્મવાત્સલ્યપૂર્વક બોલ્યા કે,–લોકોને ભાવ થાય,...તમારે જોયા કરવું,...તમારે શું છે?...
લોકોને ભાવ તો થાય ને! મારા હિસાબે તો લોકો જે કંઈ કરે છે તે (પણ) ઓછું છે.
–આ પ્રમાણે વિભિન્ન પ્રસંગે પૂજ્ય ગુરુદેવના શ્રીમુખથી નીકળતાં ઊર્મિભર્યાં
મંગળ વચનો મુમુક્ષુસમાજના આનંદોલ્લાસમાં અભિવૃદ્ધિ કરતાં હતાં.
પ્રવચન પછી શ્રદ્ધાંજલિ–સમર્પણ–સમારોહમાં શ્રી ખીમચંદભાઈ શેઠ, શ્રી
ચંપકભાઈ ડગલી તથા શ્રી ગિરધરલાલભાઈ નાગરદાસ શાહે શ્રદ્ધા–ભક્તિયુક્ત
ભાવભીની અંજલિ સમર્પિત કરી હતી. ત્યાર બાદ હીરક જયંતીની ખુશાલીમાં ‘૬૧’
આંકના એકમથી રૂા. ૩ર૦૦૦ ઉપરાંતની રકમો જ્ઞાનપ્રચાર ખાતે જાહેર થઈ હતી.
આજના માંગલિક દિને પૂ. બહેનશ્રીબેનના ઘરે પરમકૃપાળુ પૂજ્ય ગુરુદેવના
આહારદાનનો આનંદકારી પ્રસંગ હતો. આ પ્રસંગે પૂ. ગુરુદેવના મંગલ વચનોદ્ગાર
[શેષ પૃષ્ઠ ૧૭ માં]