Atmadharma magazine - Ank 371
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 45

background image
• આત્મશુદ્ધિની વૃદ્ધિનો ઉત્સવ •
ભગવાન મહાવીર–ભવથી તરવા માટે આપણને મોક્ષનો સ્વાશ્રિત માર્ગ
બતાવનારા તીર્થંકર!–જો આપણે રાગને એકકોર રાખીને, અને જ્ઞાનને ૨૫૦૦
વર્ષ લંબાવીને જોઈએ તો આપણી સન્મુખ જ એક સર્વજ્ઞ અને પૂર્ણ
આનંદસ્વરૂપ પરમાત્મા આપણને સાક્ષાત્ દેખાય છે : આ રહ્યા ભગવાન! ને
આ રહ્યો એમનો સુંદર માર્ગ! નમસ્કાર હો તેમને.
વહાલા સાધર્મીઓ! કેવા મહાભાગ્ય છે આપણા–કે આજેય આપણને આવા
સર્વજ્ઞદેવ, અને તેમનો માર્ગ ગુરુપ્રતાપે પ્રાપ્ત છે; ને તેનો મહાન ઉત્સવ આપણે
ઊજવી રહ્યા છીએ. આપણા ઉત્સવનું ધ્યેય છે ‘આત્મહિત’. કેમ આત્મહિત
થાય, ને એકબીજાને આત્મહિતમાં જ પુષ્ટિ કરીએ–એ રીતે સર્વશક્તિથી આ
ઉત્સવ આપણે ઉજવીશું. ગુરુદેવે નિર્વાણોત્સવની મિટિંગ વખતે ટૂંકામાં ઘણું
કહી દીધું છે ‘આપણે તો આત્માની શુદ્ધિની વૃદ્ધિ થાય–તે ખરો ઉત્સવ છે.’–આ
મૂળભૂત વાત સલામત રાખીને પછી બીજી બધી વાત છે.
બંધુઓ, આપણું આત્મધર્મ ગુરુદેવની મંગલછાયામાં, ગંભીરતાપૂર્વક આ
ધ્યેયની પ્રેરણા આપવાનું કાર્ય કરી રહ્યું છે. દિવસે–દિવસે તેની શૈલિ વધુ ને વધુ
વિકસી રહી છે. હજી પણ તેના વધુ વિકાસ માટે, કે તેમાં રહેલી ગંભીરતા
બરાબર ન સમજવાના કારણે, કોઈ જિજ્ઞાસુને કાંઈ પ્રશ્ન ઊઠે કે સૂચના કરવાની
હોય, તો તે સીધેસીધું સંપાદકને જણાવવા નિમંત્રણ છે. પરંતુ સંપાદકને
જણાવવાને બદલે ખોટી રીતે ગેરસમજ ફેલાવીને આત્મધર્મના વિકાસને
નુકશાન પહોંચે તેવું કોઈ ન કરશો; કેમકે આ કાળમાં હજારો જિજ્ઞાસુઓને
આધારભૂત અને જિણવાણીના પ્રચારના સર્વોત્તમ સાધનરૂપ આપણું
‘આત્મધર્મ’ જ છે. અને આવા મહાન કાર્યમાં રહેલી ગંભીર જવાબદારીના
બરાબર ખ્યાલપૂર્વક ખૂબ જ ચીવટથી ને હાર્દિક ભાવનાથી સંપાદક દ્વારા ઘણાં
વર્ષોથી તેનું લેખન–સંપાદન થાય છે. એમાં સહકાર આપીને દેવ–ગુરુ–ધર્મની
પ્રભાવનામાં સાથ આપવો–તે સૌનું કર્તવ્ય છે.
–બ્ર. હ. જૈન