Atmadharma magazine - Ank 371
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 45

background image
: દ્વિ. ભાદ્ર : ૨૫૦૦ આત્મધર્મ : ૧ :
લવાજમ વીર સં. ૨૫૦૦
ચાર રૂપિયા દ્વિ. ભાદ્ર
વર્ષ ૩૧ ઈ. સ. 1974
અંક ૧૧ SEPT.
જાગો, બહાદૂર જૈનયુવાનો જાગો! વહાલા વીરપુત્રો, જાગો!
તમારા આત્માને ઓળખીને વીરમાર્ગમાં પ્રવેશ કરો...મોક્ષમાર્ગના
દરવાજા ખોલી નાખો....ને પ્રભુના માર્ગેર્ આગેકદમ બઢાવો.
અહા, આપણા મહાવીર ભગવાનના મોક્ષના ૨૫૦૦ વર્ષનો એક
મહાન ઉત્સવ આપણે ઊજવી રહ્યા છીએ. આવો સુંદર જૈનધર્મ, અને
આવો મજાનો અવસર,–તેમાં જો તમારા જેવા શૂરવીર યુવાનો એમ
કહેશો કે ‘અમને આત્મા ન ઓળખાય ’–અરે, તો પછી જગતમાં
આત્માને ઓળખશે કોણ? ઓ જવાંમર્દ જવાનો! ઓ બહાદૂર
વીરાંગનાઓ! જગતમાં અજોડ એવા વીરના માર્ગને પામીને તમારે જ
આત્માને ઓળખવાનો છે....ને આત્માને ભવદુઃખથી છોડાવવાનો છે. હે
વીરના સુપુત્રો! આ નિર્વાણમહોત્સવમાં વીરનાથ ભગવાનને શ્રદ્ધાંજલિ
ચડાવતાં દ્રઢ નિશ્ચય કરજો કે હે વીરનાથ વહાલાદેવ! અમે તમારા
સંતાન કાંઈ નમાલા કે પામર નથી, અમે તો વીરસંતાન છીએ....
વીરતાપૂર્વક અમેય આત્માને ઓળખીને તમારા માર્ગમાં આવી રહ્યા
છીએ, ને સમસ્ત જૈનયુવાનો આ જ માર્ગમાં આવશે. અમારા માટે
આપના માર્ગ સિવાય બીજો કોઈ માર્ગ નથી. પ્રભો!