Atmadharma magazine - Ank 371
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 42 of 45

background image
: દ્વિ. ભાદ્ર : ૨૫૦૦ આત્મધર્મ : ૩૯ :
(સોનગઢ તા. ૧૮–૯–૭૪)
* સોનગઢમાં પૂ. ગુરુદેવ સુખ–શાંતિમાં બિરાજમાન છે. પ્રવચનમાં સવારે પ્રવચનસાર
ગા. ૪૧ ચાલે છે, ને કેવળજ્ઞાનનો ખૂબ ખૂબ મહિમા કરીને તેનું ઉપાદેયપણું પ્રસિદ્ધ
થાય છે; બપોરે કળશટીકામાં ૯૬ મો કળશ ચાલે છે.
* હમણાં શિક્ષણવર્ગ આનંદ–ઉલ્લાસભર્યા વાતાવરણમાં પૂર્ણ થયો. શિક્ષણવર્ગમાં
ચારસો ઉપરાંત જિજ્ઞાસુઓએ લાભ લીધો હતો.
* શ્રી મહાવીર નિર્વાણમહોત્સવ, તેમજ તીર્થરક્ષાફંડ સંબંધમાં પણ મિટિંગો થઈ ગઈ; તે
સંબંધી વિગતવાર સમાચાર હવે પછી આપશું. આ પ્રસંગે અખિલ ભારતીય દિ. જૈન
તીર્થક્ષેત્ર કમિટિના પ્રમુખશ્રી શેઠ લાલચંદ હીરાચંદ દોશી, તથા કારંજાના બ્ર. શ્રી
માણેકચંદજી ચવરે સોનગઢ આવ્યા હતા. ને અહીંનું ઉમંગભર્યું વાતાવરણ દેખીને
પ્રસન્ન થયા હતા.
* દસલક્ષણધર્મનું મહાન વીતરાગીપર્વ સૌ એવા આનંદથી ઊજવીએ કે જૈનશાસનનો
સૂર્ય ૧૬ કળાએ ઝળકી ઊઠે. હાલની પરિસ્થિતિમાં બે વાત ઉપર ખૂબ જ ધ્યાન
આપવું જરૂરી છે–એક તો નાનકડા પુસ્તકો દ્વારા વીતરાગી સાહિત્યનો પ્રચાર (ખૂબ
જ ઓછી કિંમતે) થાય; તથા આપણો એક પણ સાધર્મી અત્યારની અતિવિકટ
આર્થિક પરિસ્થિતિમાં કોઈ રીતે મુંઝાય નહિ–તેમ કરવું. માત્ર બહારની શોભામાં
ધનના ઢગલા વપરાય, તેના કરતાં સાધર્મીનું સંકટ દૂર કરવામાં તેનો ઉપયોગ થાય–
તે વધુ જરૂરી છે.–સાચું સગપણ સાધર્મીનું છે.
* ‘અહિંસા પરમો ધર્મ’ તથા ઇંગ્લીશ જૈનબાળપોથી’ બંને પુસ્તકો માટે નિર્વાણ–
મહોત્સવની દિલ્હીની કમિટિના પ્રમુખશ્રી શાહુજીએ તેમજ મંત્રીશ્રી ભગતરામજી જૈને
ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી છે, ને તેના વિશેષ પ્રચાર માટે સમાજને પ્રેરણા કરી છે.
* આત્મધર્મનું લવાજમ આવતી સાલથી વધારીને રૂા. છ કરવામાં આવ્યું છે. (પરંતુ જે
જિજ્ઞાસુઓને રાહતની જરૂર હોય તેઓ રૂા. ૪ ચાર મોકલશે તો બાકીની રકમ પૂરી
કરીને લવાજમ ભરી દેવાની વ્યવસ્થા સંપાદક તરફથી થઈ શકશે. આવા લવાજમ
સંપાદક દ્વારા આવવા જરૂરી છે.)
* આત્મધર્મમાં મૃત્યુ સમાચાર છાપવાનું બંધ કરેલ છે; ફરી ચાલુ કરવા કેટલાક