Atmadharma magazine - Ank 371
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 44 of 45

background image
શ્રી ગુરુનો ઉપકાર...ને...જિનવાણીની સેવા...
આત્મધર્મના ગતાંકમાં સંપાદકીય–લેખ, તેમજ પૂ. બેનશ્રી–
બેનના મંગલ મહિમાનો પરિચય, પ્રવચનસારના મંગલ–પ્રવચનો, વગેરે
વાંચીને અનેક મુમુક્ષુઓએ પત્ર દ્વારા તેમજ રૂબરૂ પ્રસન્નતા વ્યક્ત કરી
છે; પૂ. ગુરુદેવે પણ તે વાંચીને આત્મધર્મ પ્રત્યે પ્રસન્નતા વ્યક્ત કરી હતી,
આત્મધર્મ ઉપર ગુરુદેવની હંમેશા પ્રસન્નદ્રષ્ટિ રહી છે; ને તેઓશ્રીની
મીઠી–મંગલ છાયામાં આત્મધર્મ દિન–પ્રતિદિન વધુને વધુ પ્રગતિ સાધી
રહ્યું છે. સંપાદક સહિત સર્વે મુમુક્ષુ વાંચકો હૃદયની ઊર્મિથી ગુરુદેવનો
ઉપકાર માને છે.
વારાણસી–કાશીના પીઢ પંડિત શ્રી ફૂલચંદજી–સિદ્ધાન્તશાસ્ત્રી–કે
જેમનો તત્ત્વપ્રચારમાં મહત્વનો ફાળો છે, તેઓ સંપાદક ઉપરના પત્રમાં
લખે છે કે–“આપને આત્મધર્મ દ્વારા અપને જીવનકાલમેં જિનવાણીકી
૩૧ વર્ષ તક અપૂર્વ સેવા કી હૈ ઈસકે લિયે આપ સમગ્ર જૈનસમાજકી
ઔરસે કોટિશ: ધન્યવાદકે પાત્ર હૈ
યહ કોઈ અપૂર્વ પુણ્યકા ઉદય હૈ
ઔર વિશેષ ક્ષયોપશમકા લાભ હૈ જિસસે આપકો સતત જિનવાણીકી
ઉપાસના કરનેકા અપૂર્વ લાભ મિલા હૈ
ગૃહસ્થાશ્રમમેં શુભઆચારપૂર્વક
નિવૃત્તિકે અપૂર્વ ક્ષણોંકા લાભ વિરલે ભવ્ય જીવોંકો મિલતા હૈ યહ
આપકા મહાન ભાગ્ય હૈ કિ આપને પૂજ્ય ગુરુદેવકે ચરણસાન્નિધ્યમેં
રહકર ઉનકે મુખારવિંદસે નિકલી હુઈ જિનવાણીકો સમ્યક્ પ્રકારસે
આત્મસાત્ કર દૂસરોંકો લાભ પહુંચાનેમેં આપ સમર્થ હુએ
આપકા
પુનિત કર્તવ્ય હો જાતા હૈ કિ આગે ભી આપ ઈસ મંગલકાર્ય કો પ્રારંભ
રખેં
યદિ આવશ્યક સમઝેં તો કિસી દૂસરે સુપાત્ર બંધુકો અપના
સહયોગી બના લેં।।” (લી.) – આપકા ફૂલચન્દ્ર શાસ્ત્રી.
(માનનીય પંડિતજીએ તથા આ પત્રના સંપાદકે અનેક મહિના
સુધી સાથે રહીને અભિનંદન–ગ્રંથ જેવા મહાન પુસ્તકનું સંપાદનકાર્ય કર્યું
છે; તેમજ પરસ્પર ખૂબ વાત્સલ્યપ્રેમ ધરાવે છે.)