સ્વાદ આપ આ પ્રવચન દ્વારા ચાખશો. મોક્ષના મહાન ઉત્સવરૂપ
હીરકજયંતી તો ધર્માત્મા પોતાના અંતરમાં ઉજવી રહ્યા છે...ત્યાં
આનંદના અતીન્દ્રિય વાજાં વાગે છે. ભેદજ્ઞાનની વીજળી ચમકે છે,
સમ્યક્ત્વનો ધર્મધ્વજ ફરકી રહ્યો છે, વૈરાગ્યરસની મધુરી અમીવૃષ્ટિ
થઈ રહી છે, ચારિત્રભાવનાનાં મંગલ તોરણ બંધાયા છે. અહાહા,
કેવો સુંદર છે ધર્માત્માના અંતરનો મહોત્સવ!–આવા ધર્માત્માના
મંગલ ઉત્સવમાં ભાગ લેતાં કોને આનંદ ન થાય ? મોક્ષને
સાધવાના આવા મંગલ ઉત્સવમાં ભાગ લેતાં મુમુક્ષુહૈયું
આનંદરસતરબોળ બને છે....ને ગુરુદેવ પ્રવચનમાં પણ આનંદરસના
ધોધ વહેવડાવીને શ્રોતાજનોને તે આનંદરસનું પાન કરાવેે છે.
આવો. ....આપ પણ આનંદરસનું પાન કરો... (–સં.)
ધર્મરૂપે જે પરિણમી રહ્યો છે તે જીવ, જો રાગ વગરના પૂર્ણ શુદ્ધ ઉપયોગરૂપ વર્તે તો
મોક્ષસુખને પામે છે. ને તે જ ધર્મપરિણતિવાળો જીવ જો શુભરાગસહિત હોય તો
સ્વર્ગસુખને પામે છે;–મોક્ષ નથી પામતો; માટે શુભરાગ હેય છે, ને શુદ્ધઉપયોગ જ
ઉપાદેય છે.