માત્ર પંદર રૂપિયામાં ઘેર બેઠા મળી શકે છે. તો સેંકડો–હજારોની સંખ્યામાં તે પુસ્તિકા
મંગાવીને દીવાળીપ્રસંગે ઉત્તમ લાણી કરો. બાળકોને પેંડા કરતાં આ પુસ્તક વધુ ગમશે.
મોકલવાનું જિજ્ઞાસુઓને વધુ ગમશે. પાંચ પુસ્તિકા એક સાથે મોકલવાનું પોસ્ટેજ ખર્ચ
(પ્રીન્ટેડ બુક તરીકે) માત્ર દશ પૈસા લાગે છે.
નીચેના બોલ વિશેષ ઉપયોગી હોવાથી અહીં આપવામાં આવે છે. (શ્રીમદ્
રાજચંદ્રના પુસ્તકની બીજી આવૃત્તિ જે ઈ. સ. ૧૯૬૪ માં પ્રસિદ્ધ થયેલ છે તેમાં
આ લખાણ છે.)
• સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ.
• સ્વદ્રવ્યના વ્યાપક ત્વરાથી થાઓ.
• સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાઓ.
• સ્વદ્રવ્યના રમક ત્વરાથી થાઓ.
• સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાઓ.
• સ્વદ્રવ્યની રક્ષકતા ઉપર લક્ષ રાખો.
• પરદ્રવ્યની ધારકતા ત્વરાથી તજો.
• પરદ્રવ્યની રમણતા ત્વરાથી તજો.
• પરદ્રવ્યની ગ્રાહકતા ત્વરાથી તજો.
• પરભાવથી વિરક્ત થા.