Atmadharma magazine - Ank 372
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2 of 53

background image
અરે, અતિ દીર્ઘ એવા આ સંસારમાં તો ચારે ગતિમાં ઉત્પાત જ
છે, તે સદા દુઃખના કલેશથી જ ભરેલો છે; જેમ અગ્નિ ઉપર રહેલું પાણી
ગરમીથી ફદફદે છે તેમ અજ્ઞાની જીવો મોહાગ્નિવડે સેકાતા થકા
ચારગતિના ભયંકર દુઃખોમાં ખદખદી રહ્યા છે.–અતિ દીર્ઘ–બહુ લાંબો
કાળ એવા દુઃખોમાં વીતી ગયો.–અરે, થઈ ગયું તે થઈ ગયું;–પણ હવે,
આવા ઘોર દુઃખોથી શીઘ્ર છોડાવનારો જિનોપદેશ મહા ભાગ્યથી મને
પ્રાપ્ત થયો, તે જિનોપદેશમાં ચેતનલક્ષણરૂપ મારા સ્વતત્ત્વના દ્રવ્ય–ગુણ–
પર્યાય પરથી અત્યંત ભિન્ન બતાવ્યા; તો હવે આવો કલ્યાણકારી
જિનોપદેશ પામીને મારે શીઘ્ર જ ઉત્કૃષ્ટ પ્રયત્નવડે મોહને હણી નાંખવો
યોગ્ય છે :
–આમ દ્રઢ નિશ્ચય કરીને મુમુક્ષુજીવ કેવા અંર્તમુખ ઉદ્યમવડે
મોહનો નાશ કરીને આનંદમય મોક્ષમાર્ગની પ્રાપ્તિ કરે છે? તેનું અતિ
સુંદર વર્ણન આપ આ અંકમાં વાંચશો...ને આપને પણ તેમ કરવાનું
શૂરાતન ચડશે.
તંત્રી : પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક : બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૫૦૦ આસો (લવાજમ : છ રૂપિયા) વર્ષ ૩૧ : અંક ૧૨