અધ્યાત્મશૈલિના તત્ત્વજ્ઞાનથી ભરપૂર પ્રવચનો સાંભળીને દરેક સ્થળે જૈનસમાજને ખૂબ
પ્રસન્નતા થઈ હતી, ને એક મૂળભૂત વાત સૌને લક્ષમાં આવી હતી કે વીરનાથ
ભગવાનના માર્ગમાં મોક્ષને સાધવા માટે સૌથી પહેલાંં આત્માનું સમ્યગ્દર્શન ને
સમ્યગ્જ્ઞાન જરૂર કરવું જોઈએ; ત્યારપછી ચારિત્ર પણ મુમુક્ષુનું કર્તવ્ય છે. નીચેના ગામ
–શહેરોમાં સોનગઢના પ્રચારવિભાગ તરફથી મુમુક્ષુ–વિદ્વાન ગયા હતા, ને ત્યાં દરેક
સ્થળે પૂજન–અભિષેક–રથયાત્રા–પ્રવચન–ધાર્મિકવર્ગ વગેરે દ્વારા સુંદર ધર્મપ્રભાવના
થયાના સમાચાર આવ્યા છે–
નાગપુર, બેલનગંજ, આગરા, જયપુર, વીંછીયા, મોરબી, વાંકાનેર, રાજકોટ, મુંબઈ
તથા ઉપનગરો, આરૌન બીના, શહપુરા (મિટૌની), ઈન્દ્રાના, મોશી–નૈરોબી
(આફ્રિકા), વડોદરા, હરદા, બંડા–બેલઈ (સાગર) ખુરઈ, જબલપુર, પનાગર, ઈમ્ફાલ
–મણિપુર, હિંમતનગર, સિકન્દ્રાબાદ–હૈદ્રાબાદ, ભોપાલ, પિપલાની, બેંગલોર, કલકત્તા,
ગૌહાતી–આસામ, મહિદપુર, ભિન્ડ, ખનિયાંધાના (શિવપુરી), બેગમગંજ, એત્માદપુર,
ઉદયપુર, લોહારદા, શિવપુરી
ઉદ્યાપન થયું. મુલુન્દમાં કુમારપાળ કાંતિલાલે (વર્ષ ૧૪) આઠ ઉપવાસ કર્યા હતા;
સીહોર (મ. પ્ર.) માં
અઢીહજાર વર્ષીય નિર્વાણમહોત્સવ બાબતમાં દરેક સ્થળે ઘણો જ ઉત્સાહ છે. ખુરઈ
(સાગર) માં માનસ્તંભ બને છે; બેંગલોરમાં જિનમંદિર તથા સમવસરણ બની રહ્યા
છે, આગામી વર્ષમાં પ્રતિષ્ઠામહોત્સવ થશે. ભોપાલ (પિપલાની) માં પણ નવું
જિનમંદિર બની રહ્યું છે; તેનો પણ પ્રતિષ્ઠામહોત્સવ આવતા વર્ષમાં થશે. વાંકાનેરમાં
યુવાનોએ અકલંક–નિકલંક નાટક કર્યું હતું; તેમાં જૈનધર્મની ભક્તિ–પ્રભાવના પ્રસંગો
દેખીને સૌ આનંદિત થયા હતા.