Atmadharma magazine - Ank 372
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 38 of 53

background image
: આસો : ૨૫૦૦ આત્મધર્મ : ૩૫ :
આત્મધર્મ
શ્રી દેવ–ગુરુની મંગલછાયામાં, જિનવાણીના એક નાનકડા પ્રતિનિધિ જેવું
આપણું ‘આત્મધર્મ’ આ અંકની સાથે ૩૧ વર્ષ પૂરાં કરે છે, ને આગામી અંકે ૩૨ મા
વર્ષમાં પ્રવેશ કરીને, વીરનિર્વાણના ૨૫૦૦ વર્ષીય મહાન ઉત્સવમાં પોતાનો
ભક્તિભીનો સાથ આપશે.
વીતરાગી જિનવાણીના રહસ્યને ગુરુદેવના ઉપદેશદ્વારા રજુ કરતું આત્મધર્મ
આપણી સંસ્થાના પ્રાણસમાન છે; એટલે, આત્મધર્મ પ્રત્યેનો પ્રત્યાઘાત એ આપણી
સંસ્થા પ્રત્યેનો જ પ્રત્યાઘાત છે,–એ વાત સંસ્થાના હિતસ્વી સૌ સમજશે. આજે આત્મ–
ધર્મ માત્ર સંસ્થાનું નહિ પણ સમસ્ત જૈનસમાજના જિજ્ઞાસુઓનું પ્રિય માસિક છે;
જિનવાણીરસિક સૌ જિજ્ઞાસુઓ આત્મધર્મના વિકાસમાં સહકાર આપી રહ્યા છે.
થોડુંક – આત્મધર્મના વધુ પ્રચાર માટે –
આત્મધર્મદ્વારા પ્રતિપાદિત થતા આત્મહિતના ઉત્તમ તત્ત્વોને સર્વે મુમુક્ષુઓ જાણે
જ છે; મુમુક્ષુઓના અંતરમાં આત્મધર્મનું ઊંડું ગૌરવ છે; ને તેના વિકાસમાં સૌને પૂરો
રસ છે. આથી જ, સર્વે મુમુક્ષુઓના સહકારથી દરવર્ષે આત્મધર્મના વધુ ને વધુ પ્રચાર
માટે આપણી સંસ્થાએ ગમે તેટલી મોટી રકમ ખરચવામાં કદી પાછી પાની કરી નથી, ને
હજી કાગળ વગેરેની કપરી પરિસ્થિતિ વચ્ચે પણ, પાછી પાની તો નહિ કરીએ, પરંતુ
મુમુક્ષુઓના સહકારથી આગે કદમ કરીશું.
આ માટે, હાલ આપણે જેટલા પાનાં આપીએ છીએ તે ઉપરાંત, મહાવીર–
નિર્વાણોત્સવના આ મહાન વર્ષમાં ૮ કે ૧૬ પાનાં વધુ આપીએ તો તેમાં બીજું અવનવું
સાહિત્ય આપી શકાય. આ માટે એક અંકમાં (૩૫૦૦ નકલ) એક ફરમાના ૮ પાનાંનું
ખર્ચ લગભગ રૂા. ૪૦૧ આવે છે. એટલું ખર્ચ આપતાં આપના તરફથી એકંદર ૨૮૦૦૦
(અઠ્ઠાવીસ હજાર!) પાનાં જેટલા વીતરાગી સાહિત્યની પ્રભાવના આપ કરી શકો છો;
ને એ રીતે વીરનાથના શાસનની પ્રભાવનામાં આપ પણ સાથ આપી શકો છો.–કેવું
સુંદર! આ માટે એકેક ફોર્મનું ખર્ચ આપનારા વર્ષ દરમિયાન ૨૫ જેટલા નામોની જરૂર
છે. અડધા ફોર્મના રૂા. ૨૦૧ પણ આપી શકાય; જેમના તરફથી જે ફોર્મ છપાય તેમાં
તેમના નામનો ઉલ્લેખ આવશે.
–ઉપરોક્ત યોજના માનનીય પ્રમુખશ્રીએ પસંદ કરી છે; તે માટે ઓછામાં ઓછા
છ નામ આવી ગયા પછી તેની શરૂઆત કરીશું.