Atmadharma magazine - Ank 372
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 39 of 53

background image
: ૩૬ : આત્મધર્મ : આસો : ૨૫૦૦
લવાજમ આવતી સાલથી રૂા. ૬/ (છ રૂપિયા) કરવામાં આવ્યું છે. આપ
(ભૂલથી ચાર નહિ પણ) છ રૂપિયા લવાજમ વેલાસર, આત્મધર્મ–કાર્યાલય, સોનગઢ)
() એ સરનામે મોકલી આપશો. અત્યારે આત્મધર્મના ૩૫૦૦ ઉપરાંત
ગ્રાહકો છે–જે અત્યાર સુધીના ૩૧ વર્ષમાં સૌથી વધુ છે;–પણ હવેના નિર્વાણ–
મહોત્સવના મહાન વર્ષમાં એ સંખ્યા વધીને ૪૦૦૦ નો આંક વટાવી દેશે એવી આપણે
અપેક્ષા રાખીએ. માત્ર લવાજમ વધવાના કારણે એકપણ જિજ્ઞાસુ આત્મધર્મ વાંચવાનું
બંધ ન કરે; તે માટે સમર્થ જિજ્ઞાસુઓ પોતપોતાના અન્ય સાધર્મીનું પણ લવાજમ
ભરીને વાત્સલ્યભાવ બતાવજો. આત્મધર્મને પ્રગતીના પંથે રાખવા માટે સંકોચપૂર્વક
લવાજમમાં આટલો વધારો કરવાની ફરજ પડી છે. આપ તુરતમાં જ આપનું લવાજમ
ભરીને સાથ આપશો. કાગળની ખેંચને કારણે અંકો મર્યાદિત સંખ્યામાં જ છપાય છે,
અને મોડા લવાજમ મોકલનારને શરૂના અંકો મળવાનું મુશ્કેલ બની જાય છે. પહેલી
તારીખથી જ નવો અંક છાપવાનું શરૂ થશે, માટે આપ ત્યાર પહેલાંં જ લવાજમ મોકલી
આપશો. મુંબઈ–રાજકોટ–અમદાવાદ–કલકત્તા વગેરેના મુમુક્ષુ મંડળને શીઘ્ર પોતાના
ગ્રાહકોનું લીસ્ટ લખી મોકલવા સૂચના છે.
આત્મધર્મ ઘરઘરમાં ઊચ્ચ સંસ્કારોની કેવી સુંદર રેલમછેલ કરે છે તે આપ સૌ
જાણો છો. તેમાંય આ તો વિશેષ ઉત્સવનું વર્ષ આપના પરિવારને ખૂબ જ આનંદિત કરશે.
આત્મધર્મમાં સાથ–સહકાર આપનારા સર્વે સાધર્મીજનોનો આભાર માનીએ
છીએ, અને વિશેષ ઉન્નતિ માટે સૌના સહકારની અપેક્ષા રાખીએ છીએ. –બ્ર. હરિલાલ જૈન
ઉત્સવના મંગલ વધામણાં–
ભગવાન મહાવીરના નિર્વાણમહોત્સવના ૨૫૦૦
વર્ષના ઉપલક્ષમાં આખા વર્ષનો જે ભવ્યમહોત્સવ ભારતભરમાં
ઉજવવાનો છે તેનો મંગલ પ્રારંભ તા. ૧૩ નવેમ્બરના રોજ થઈ
રહ્યો છે. તે મંગલ પ્રારંભમાં ભારતના વડાપ્રધાન શ્રીમતી
ઇંદિરાબેન ગાંધી રેડિયો–પ્રવચન દ્વારા મહાવીર ભગવાન પ્રત્યે
અંજલિ આપશે.–અને તેમના કરતાંય વધુ ભાવભીની શ્રદ્ધાંજલિ
આપણે સૌ મુમુક્ષુઓ આપીશું