: આસો : ૨૫૦૦ આત્મધર્મ : ૪૧ :
આનંદનો મહોત્સવ
[મહાવીર–નિર્વાણોત્સવ સંબંધી નાટક]
હમણાં દીવાળી આવશે ને મહાવીર ભગવાનના ૨૫૦૦ વર્ષીય
નિર્વાણમહોત્સવનો પ્રારંભ થશે. મહોત્સવ આખું વર્ષ ચાલશે. ભારતના
નાના–મોટા સૌ આનંદપૂર્વક તેમાં ભાગ લઈશું. ભગવાનના કલ્યાણકના
વિશેષ પ્રસંગોએ ઈન્દ્ર પણ પોતાનો મહાન આનંદ નાટક દ્વારા વ્યક્ત કરે
છે. જૈન બાળકો પણ નાટક દ્વારા પોતાનો આનંદ વ્યક્ત કરે ને એ રીતે
મહાવીરભગવાનની ભક્તિ પણ કરે–તે માટે અહીં એક નાનકડું નાટક
રજુ થાય છે. જૈનસમાજના કોઈપણ ફિરકાના બાળકો કે બાલિકાઓ
સંકોચ વગર આ નાટક ભજવી શકશે. નાટક દીવાળી પહેલાંં ધનતેરશ કે
ચૌદશના રોજ કરવું વિશેષ યોગ્ય છે.
[ત્રણ વખત મહાવીર ભગવાનના જયનાદપૂર્વક શરૂઆત]
(સૂત્રધાર:) આજે મહાન આનંદનો દિવસ છે; આપણા શાસનદેવ મહાવીર ભગવાન
આજે મોક્ષ પધાર્યા છે. જગતમાં સૌથી મહાન એવો જૈનધર્મ, અને મહાવીર
ભગવાન જેવા વીતરાગી દેવ, મહાન ભાગ્યથી આપણને પ્રાપ્ત થયા છે. ભગવાને
આપણને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગ બતાવ્યો છે, તેથી તેમની જેટલી
ભક્તિ કરીએ ને જેટલા ગુણગાન કરીએ તેટલા ઓછા છે. આજના મંગલ પ્રસંગે
એક નાનકડા નાટક દ્વારા અમે અમારો આનંદ અને ભક્તિ વ્યક્ત કરીએ છીએ.
[પાંચ બાળકોએ આ અથવા બીજી ગમે તે મંગળ સ્તુતિ બોલવી.]
કરું નમન હું અરિહંત દેવને;
કરું નમન હું સિદ્ધ ભગવંતને;
કરું નમન હું આચાર્ય દેવને;
કરું નમન હું ઉપાધ્યાય દેવને;
કરું નમન હું સાધુ ભગવંતને;
પરમેષ્ઠી– પંચ પ્રભુ મને બહુ ઈષ્ટ છે,