: ૪૨ : આત્મધર્મ : આસો : ૨૫૦૦
[મંગલ ઘંટનાદ, વાજાં, પ્રકાશ...]
(૧. સખી) : અરે બહેન! આ મંગલ ઘંટ શેનાં વાગ્યા? આ મંગલ વાજાં શેનાં વાગે
છે? આ દિવ્ય પ્રકાશનો ઝગઝગાટ શેનો છે?
(૨. સખી) : વાહ, બહેન! આજે તો આપણા મહાવીર ભગવાનના મોક્ષનો મહાન
દિવસ છે. અઢીહજાર વર્ષ પહેલાંં પાવાપુરીથી ભગવાન મોક્ષ પધાર્યા ત્યારે આખા
જગતમાં આનંદ ફેલાયો હતો; આજેય મોક્ષના આનંદનો ઉત્સવ આખું જગત ઉજવી
રહ્યું છે. આપણે પણ આનંદથી મોક્ષદશાને યાદ કરીને તેની ભાવના ભાવીએ છીએ.
(૩. સખી) : વાહ બહેન વાહ! ભગવાનના મોક્ષને યાદ કરતાં કોને આનંદ ન થાય!
ભગવાન તો આનંદના જ દેનાર છે.–
આનંદ આનંદ આજ હૈ, નિર્વાણ–ઉત્સવ આજ હૈ,
આવો ભક્તો આવો સર્વે ખુશી અપરંપાર છે.
આનંદ–મંગળ આજ હૈ વીરપ્રભુ જયકાર હૈ,
આવો ભક્તો ગાવો સર્વે વીરપ્રભુ ગુણગાન હૈ.
(૪. સખી) : બહેન, મહાવીર ભગવાનના મોક્ષનો આટલો બધો મહિમા કેમ હશે?
(૫. સખી) મોક્ષદશા સૌથી ઊંચી છે ને પૂર્ણ આનંદમય છે; એવી દશાને ભગવાને પ્રાપ્ત
કરી, તેથી તેમનો જેટલો મહિમા કરીએ તેટલો ઓછો છે. સાંભળ! કુંદકુંદસ્વામી
તેનો મહિમા કરતાં કહે છે કે–