: આસો : ૨૫૦૦ આત્મધર્મ : ૪૩ :
(દરેક ગાથા બે વાર બોલવી)
અત્યંત આત્મોત્પન્ન વિષયાતીત અનુપ અનંત ને
વિચ્છેદહીન છે સુખ અહો! શુદ્ધોપયોગી સિદ્ધને.
અશરીર ને અવિનાશ છે, નિર્મળ અતીન્દ્રિય શુદ્ધ છે,
જ્યમ લોકઅગ્રે, સિદ્ધ, તે રીત જાણ સૌ સંસારીને.
વાહ, ભગવાન આવા મોક્ષપદને પામ્યા; તો તેમનું જીવન પણ કેવું અદ્ભુત હશે!
(સખી–૬) અરે, એની શી વાત! આપણા ભગવાનના અદ્ભુત મહિમાની શું તને
ખબર નથી?–જો સાંભળ! આપણા ભગવાન એ કાંઈ રાગ–દ્વેષ કરવા માટે કે
જગતનું ભલું–બૂરું કરવા માટે નહોતા અવતર્યા, પણ એ તો વીતરાગ થઈને ભવને
તરવા માટે જન્મ્યા હતા.
(સખી–૭) –અને બીજી વાત એ છે કે ભગવાન પોતે તો વીતરાગ થઈને ભવથી તર્યા
ને મોક્ષમાર્ગનો ઉપદેશ આપીને આપણને પણ ભવથી તરવાનો ઉપાય બતાવ્યો.
તેથી ભગવાન મહાન છે.
(સખી–૮) હા જુઓ, ‘नमुत्थुणं’ માં પણ ભગવાનની સ્તુતિ કરતાં કહ્યું છે કે–
तिन्नाणं...तारयाणं એટલે હે ભગવાન! આપ પોતે તો ભવસમુદ્રથી તરનારા છો; ને
આત્માનું સ્વરૂપ બતાવીને અમને પણ ભવથી તારનારા છો.
–પણ હેં બહેન! તરવાનો ઉપાય તો જગતના બધા ધર્મો બતાવે જ છે ને?
(સખી–૧) ના બેન! એ વાત ખોટી છે. સંસારથી તરવાનો સાચો ઉપાય તો જૈન–
ધર્મમાં આપણા ભગવાન મહાવીરે જ બતાવ્યો છે; ને તે જ એક ભવથી તરવાનો
સાચો માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી.
(સખી–૨) વાહ બેન, તું તો વિદ્વાન લાગે છે! ભગવાને સંસારથી તરવાનો ઉપાય શું
કહ્યો છે? તે બતાવ.
(સખી–૩) સાંભળ બેન, બધા જૈનશાસ્ત્રોએ એ વાત સ્વીકારી છે કે સમ્યગ્દર્શન–જ્ઞાન
–ચારિત્ર તે મોક્ષમાર્ગ છે. આપણા ભગવાન મહાવીરે સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન–
સમ્યક્ચારિત્રનો ઉપદેશ આપ્યો છે. એટલે, જો આપણે ભગવાનના માર્ગે ચાલવું
હોય તો આપણે પણ સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન ને સમ્યક્ચારિત્રની આરાધના કરવી જોઈએ.
(સખી–૪) વાહ બેન તમે તો બહુ ઊંચી વાત કરી. પણ અમને સમજાય તેવું
કંઈ કહોને?