: ૪૪ : આત્મધર્મ : આસો : ૨૫૦૦
(સખી–૫) બહેન, બહુ ઊંચી વાત છે–એ ખરું; પણ આપણો ધર્મ ઊંચો છે એટલે તેની
બધી વાત પણ ઊંચી જ હોય ને! ઊંચું–ઊંચું એવું મોક્ષપદ પામવા માટે તો ઊંચો–
ઊંચો રસ્તો જ લેવો જોઈએ ને!
(સખી–૬) બરાબર છે; આપણા મહાવીર ભગવાને પણ એવો ઊંચો રસ્તો લીધો જ
હતો ને!
(સખી–૭) હા જુઓ, મહાવીર ભગવાન છેને, તે જીવ પહેલાંં તો અજ્ઞાની અને
માંસાહારી સિંહ હતો; પણ પછી તે જીવ જૈનધર્મ પામ્યો, તેણે માંસાહાર છોડી દીધો
ને મુનિરાજના ઉપદેશથી આત્મસ્વરૂપ ઓળખીને તેણે સમ્યગ્દર્શન પ્રગટ કર્યું.
પછીના ભવોમાં સાધુ થઈ, વીતરાગી ચારિત્ર પાળી કેવળજ્ઞાન પ્રગટ કર્યું ને અંતે
પાવાપુરીથી મોક્ષ પધાર્યા. મોક્ષને માટે પ્રભુએ જેમ કર્યું તેમ આપણે પણ કરવું જોઈએ.
(સખી–૮) વાહ, પ્રવીણાબેન! તમે તો ભગવાનનું આખું જીવનચરિત્ર બતાવી દીધું; તે
સાંભળીને આનંદ થયો છે ને મહાવીરપ્રભુના માર્ગે જવાની ભાવના જાગે છે.
(સખી–૧) હા, બેન! ખરેખર આપણે વીરનાં સંતાન છીએ, ને વીરપ્રભુના માર્ગે જ
આપણે જવાનું છે. આપણે જૈન છીએ; જૈન એટલે જિનવરનો સંતાન.
(બધા સાથે–) અમે તો જિનવરનાં સંતાન...જિનવરપંથે વિચરશું....
ગાતાં પ્રભુજીનાં ગુણગાન ઉજ્વલ આત્માને વરશું...
અમે તો મહાવીરનાં સંતાન, મહાવીર પંથે વિચરશું...
કરીને આત્માની ઓળખાણ મુક્તિ પંથે વિચરશું...
(સખી–૨) અહા, મહાવીર ભગવાનનો માર્ગ કેટલો સુંદર છે! કેટલો મહાન છે!
મહાવીરનો માર્ગ એટલે વીતરાગભાવ! મહાવીરનો માર્ગ એટલે મુક્તિનો માર્ગ. તે
માર્ગ આજે આપણને મળ્યો છે, તો ચાલો! સૌ આનંદથી તે માર્ગે જઈએ.
(સખી–૩) ભગવાન મોક્ષ પધાર્યા તેને આજે અઢીહજાર વર્ષ વીતી ગયા, છતાં આજે
પણ ભગવાને દેખાડેલો મોક્ષમાર્ગ કેવો મજાનો શોભી રહ્યો છે!
(સખી–૪) વાહ બેન! ખરેખર આપણા મહાન ભાગ્ય છે. અરે આવો હળહળતો
પાપયુગ, ચારેકોર પાપનો પાર નહિ, ડગલે ને પગલે હિંસા–જુઠું–ચોરી– સીનેમાના
ભયંકર ખોટા સંસ્કાર, ને અન્યાયના માર્ગે પૈસાના પરિગ્રહનું ગાંડપણ,–એની