: આસો : ૨૫૦૦ આત્મધર્મ : ૪૫ :
વચ્ચે પણ આજે આપણને આવો મજાનો વીતરાગીધર્મ અને તેના ઉત્તમ સંસ્કાર
મળ્યા છે તે ભગવાન મહાવીરનો પ્રતાપ છે.
(સખી–૫) બસ, તેથી આપણે સૌ મહાવીર ભગવાનના માર્ગે જવા તૈયાર થયા છીએ.
બહેનો, આજથી આપણે સિનેમા નહિ જોઈએ, કંદમૂળ નહિ ખાઈએ,–બોલો?–છે
કબુલ?
(બધા સાથે) હા, કબુલ છે–કબુલ છે–કબુલ છે!
આપણે હવે સિનેમા નહીં જોઈએ; કંદમૂળ નહીં ખાઈએ.
[ઘંટનાદ–શાબાશી]
(સખી–૬) અને દરરોજ ભગવાનનાં દર્શન કરવા આવશું; તથા ધર્મનો અભ્યાસ પણ
કરશું–જેથી મહાવીર ભગવાનના માર્ગને ઓળખીને આપણે પણ તે માર્ગે જઈએ.
(સખી–૭) વાહ, ઘણું સરસ! ભગવાનના માર્ગે જવા માટે આપણે સૌૈ તૈયાર છીએ...
(બધા સાથે–) તૈયાર છીએ...તૈયાર છીએ.
[એક ગવડાવે....ને...બીજા બધા ઝીલે...] (દરેક લાઈન બે વાર બોલવી)
વીરપ્રભુનાં સૌ સંતાન! ........ છે તૈયાર........ છે તૈયાર........
વીરપ્રભુના પંથે જાવા ........ છે તૈયાર........ છે તૈયાર........
અરિહંતદેવની સેવા કરવા ........ છે તૈયાર........ છે તૈયાર........
જિનશાસનની સેવા કરવા ........ છે તૈયાર........ છે તૈયાર........
સાધુજનોની સેવા કરવા ........ છે તૈયાર........ છે તૈયાર........
સમ્યગ્દર્શન–જ્ઞાન કરવા ........ છે તૈયાર........ છે તૈયાર........
ઉત્તમ ચારિત્ર પાલન કરવા ........ છે તૈયાર........ છે તૈયાર........
મોક્ષના માર્ગે દોડી જાવા ........ છે તૈયાર........ છે તૈયાર........
ભવબંધનથી છૂટી જાવા ........ છે તૈયાર........ છે તૈયાર........
વીરના માર્ગે દોડી જાવા ........ છે તૈયાર........ છે તૈયાર........
સિદ્ધપ્રભુની સાથે રહેવા ........ છે તૈયાર........ છે તૈયાર........
(સખી–૮) વાહ, આપણો ઉત્સાહ અને ભક્તિ દેખીને આપણા સંઘપતિજી (તથા
માતાજી) અને બધા વડીલો કેવા ખુશી થાય છે! આપણે સૌએ કાયમ આવા
ઉત્સાહથી ને આનંદથી ધર્મમાં રસ લેવો જોઈએ.