Atmadharma magazine - Ank 372
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 49 of 53

background image
: ૪૬ : આત્મધર્મ : આસો : ૨૫૦૦
(સખી–૧) જરૂર બહેન! આજે તો મહાવીર ભગવાનના મોક્ષનો ઉત્સવ ઉજવવાની
ખૂબ મજા આવી...આત્માને ઘણો લાભ થયો...આત્મામાં જાણે ચૈતન્ય–દીવડા
પ્રગટ્યા ને અપૂર્વ દીવાળી આવી...સાથે આનંદ પણ લાવી!
(સખી–૨) અહા, ભગવાનના નિર્વાણનો આવો આનંદ–ઉત્સવ હજી તો આપણે
આખુંયે વર્ષ ઊજવવાનો છે...આ તો હજી તેની શરૂઆત જ છે. આપણને હવે
મહાવીરનો રંગ લાગ્યો છે; તે રંગ હવે કદી છૂટવાનો નથી.
(સખી–૩) ચાલો, આપણે સૌ એક નાનકડા રાસવડે ભક્તિ કરીને આપણો આનંદ
વ્યક્ત કરીએ.
(બધા સાથે) હા....ચાલો...ચાલો...
[આ અથવા બીજો કોઈપણ રાસ ગાઈ શકાય.]
[કુંડાળાની વચ્ચે એક બાળક ધર્મધ્વજ ફરકાવતો હોય.]
હે......એ.....રંગ લાવ્યો,.......રંગ લાગ્યો!
રંગ લાગ્યો, મહાવીર! તારો રંગ લાગ્યો...
તારી ભક્તિ કરવાનો મને ભાવ જાગ્યો,
તારી પૂજા કરવાનો મને ભાવ જાગ્યો,
પ્રભુ સમ્યગ્દર્શનનો ભાવ જાગ્યો..... રંગ લાગ્યો... મહાવીર
પ્રભુ આતમજ્ઞાનનો ભાવ જાગ્યો,
મને ભેદ વિજ્ઞાનનો ભાવ જાગ્યો,
મને સાધુ થવાનો ભાવ જાગ્યો... રંગ લાવ્યો... મહાવીર
પ્રભુ મોક્ષે જવાનો મને ભાવ જાગ્યો,
પ્રભુ ભવથી તરવાનો મને ભાવ જાગ્યો,
પ્રભુ મહાવીર થવાનો મને ભાવ જાગ્યો... રંગ લાગ્યો... મહાવીર
[મહાવીર ભગવાનના જયકારપૂર્વક નાટક સમાપ્ત.]
[આ નાટકમાં ઉચિત ફેરફાર કરીને પણ ભજવી શકો છો. આપ આ નાટક
ભજવો ત્યારે તે સંબંધી સમાચાર સંપાદક આત્મધર્મ (સોનગઢ) ને લખી જણાવશો.
આ નાટકની છૂટી નકલો પણ મળી શકશે.
]