Atmadharma magazine - Ank 372
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 50 of 53

background image
: આસો : ૨૫૦૦ આત્મધર્મ : ૪૭ :
આવો ઉજવીએ.....વીર પ્રભુનો મંગલ ઉત્સવ
(કાર્યક્રમની સામાન્ય રૂપરેખા)
[વર્ષોથી જેના મંગલવાજાં વાગી રહ્યા છે–એવો અભૂતપૂર્વ મહોત્સવ હવે
એકદમ નજીક આવી રહ્યો છે ને દીવાળી તા. ૧૩ બુધવારના રોજ તેનો મંગલ પ્રારંભ
થઈ રહ્યો છે. તે દિવસના કાર્યક્રમસંબંધી માર્ગદર્શન આપવા અહીં એક સામાન્ય
કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી છે. સુવિધા અનુસાર તેમાં ફેરફાર કરીને પણ,
સૌએ આનંદ અને ઉલ્લાસ પૂર્વક ધામધૂમથી ઉત્સવ કરવો. –સં.]
• ધનતેરસથી જ જિનમંદિરને સુંદર રીતે શણગારવું–પ્રકાશથી ઝગઝગતું શિખર,
ધર્મધ્વજ, બની શકે તો ધર્મચક્ર–ફરતું, અને લાઉડસ્પીકરની વ્યવસ્થા દૂરદૂર
સંભળાય તે રીતે ગોઠવવી. મંગલ ગીતો બે દિવસ વહેલા શરૂ કરી દેવા.
• દીવાળીની વહેલી સવારમાં શહેરના મધ્યચોકમાં ભેગા થઈ, મહાવીરપ્રભુનાં
મંગલગીત ગાતાં ગાતાં, (બાળકોએ–વીરપ્રભુનાં સૌ સંતાન–છે, તૈયાર, તથા
ધર્મ મારો...ધર્મ મારો...ધર્મ મ્હારો રે...વગેરે કુચગીત ગાતાંગાતાં) જિનમંદિરે
દર્શને જવું.
દર્શન, વિશેષપૂજન (નિર્વાણકલ્યાણકપૂજન), અભિષેક વગેરે ઉત્સાહથી કરવા.
ત્યારબાદ મહાવીર–પ્રવચનસભાદ્વારા મહાવીરભગવાનના જીવનના ખાસ
પ્રસંગો, આપણા ઉપર તેઓશ્રીના અદ્ભુત–અચિંત્ય–પરમ ઉપકારો, અને
ભગવાને ઉપદેશેલો આત્મહિતનો માર્ગ–તે સંબંધી પ્રવચનો કરવા. બાળકો દ્વારા
નાના સંવાદો, ભક્તિ વગેરે કાર્યક્રમો રાખવા. મહાવીરભગવાન સંબંધી
રેડિયામાં જે કાર્યક્રમો આવવાના હોય તે લાઉડસ્પીકર દ્વારા પ્રસારિત કરવા.
સાધર્મીઓમાં જેને જે કાંઈ કષ્ટ હોય તે દૂર કરવા પ્રયાસ કરવો. લાણી કરવી;
સારાં નાનકડાં પુસ્તકો વહેંચવા. (“ભગવાન મહાવીર” નાં પુસ્તકો ૧૫ રૂા. નાં
એકસો લેખે સોનગઢથી મળશે. પાઠશાળાને ખાસ ઉત્તેજન આપવું.
• દેશકાળ અનુસાર સાધર્મીઓનું સમૂહભોજન કરવું. પૂર્વના બધા મતભેદો
ભૂલીને મહાવીરપ્રભુના ભક્તો તરીકે સૌએ એકમેકપણાનો ભાવ જગાડીને
આનંદથી હળવું–મળવું એક બીજાનું સન્માન કરવું.
બપોરે નમસ્કારમંત્રનો સામૂહિક જાપ (સૌ એકસો આઠ નમોક્કાર ગણે, અથવા
સુવિધા મુજબ), નવીન શાસ્ત્રની સ્વાધ્યાયનો મંગલ પ્રારંભ; સામૂહિક શાસ્ત્રપ્રવચન;