Atmadharma magazine - Ank 372
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 51 of 53

background image
: ૪૮ : આત્મધર્મ : આસો : ૨૫૦૦
ભક્તિ; ધાર્મિક આનંદના કાર્યક્રમો અને ધામધૂમપૂર્વક મહાવીર ભગવાનની
અતિ ભવ્ય રથયાત્રા (શક્ય હોય તો સમસ્ત જૈનસમાજે ભેગા મળીને કાઢવી.
જ્યાં રથયાત્રા જાય ત્યાં મહાવીરપ્રભુના શાસનનો મહિમા પ્રસિદ્ધ કરવો.
રથયાત્રામાં ધર્મધ્વજ–ધર્મચક્ર–લાઉડસ્પીકર રાખવું. ચાલતી રથયાત્રાના માર્ગમાં
ભાવુકદર્શકોને નાના પુસ્તકોની લાણી કરતા જવી. (આ માટે અહિંસા પરમો
ધર્મ, તથા ભગવાન મહાવીર એ બે પુસ્તકો ઉપયોગી છે–જે હાલ મળી શકે છે.
જૈનબાળપોથી પણ ઉપયોગી થાય તેવી છે.)
• રાત્રે જિનમંદિરના ચોકમાં અદ્ભુત ઝગઝગાટ વચ્ચે મહાવીર ભગવાનના
મહિમાને પ્રસિદ્ધ કરતી ભવ્ય સભા કરવી, જેમાં ગામના પ્રતિષ્ઠિત આગેવાનોને
આમંત્રણ આપવું. ભગવાનનો મહિમા પ્રસિદ્ધ કરવો, આપણા જિનેન્દ્રદેવની
વિશેષતાઓ સમજાવવી; તથા બીજા ભક્તિ–ભજન–રેકર્ડ ધાર્મિકનાટક–સંવાદ
વગેરે સુંદર કાર્યક્રમોનું પ્રદર્શન કરવું. રાત્રે લાણી કરવી હોય તો (ખાવાની વસ્તુ
સિવાયની બીજી) વસ્તુઓની લાણી કરવી.
એક વાત સૌએ ખાસ લક્ષમાં
રાખવી કે પ્રવચન વગેરેમાં ક્યાંય ખંડનાત્મક પદ્ધત્તિથી પ્રતિપાદન ન
કરવું, કે કટુભાષા ન વાપરવી; શાંત–મધુર શૈલિથી જ વીરનાથ
ભગવાનનો અને તેમના શાસનનો મહિમા પ્રસિદ્ધ કરવો.
(અહીં એક દીવાળીના દિવસના ઉત્સવના કાર્યક્રમની જનરલ રૂપરેખા આપી છે.
અને ત્યાર પછી આઠ દિવસ સુધી (તા. ૨૦ સુધી) વિવિધ કાર્યક્રમવડે તે ઉત્સવ ચાલુ
રાખવાનો છે. આનંદકારી અભૂતપૂર્વ ઉત્સવસંબંધી આપના ગામના પૂરા સમાચાર
સોનગઢ (સંપાદક આત્મધર્મ) ઉપર મોકલી આપશોજી. હવે પછી પણ જેમ જેમ મંગલ
પ્રસંગો આવતા જશે તેમ તેમ અગાઉથી તેની રૂપરેખા આપવા પ્રયાસ કરીશું. તથા આપ
સૌ પણ આપના સૂચનો અમને જેમ બને તેમ વેલાસર મોકલશે તો તેનો ઉપયોગ કરીશું.
“જય મહવર”
* આત્મધર્મ દર મહિનાની ૨૦ મી તારીખે પ્રગટ થાય છે.
* પત્ર વ્યવહારનું સરનામું: સંપાદક: આત્મધર્મ, સોનગઢ (સૌરાષ્ટ્ર)
* લવાજમ રૂા. ૬ મોકલવાનું સરનામું: આત્મધર્મ કાર્યાલય, સોનગઢ (સૌરાષ્ટ્ર)
* આપની જિજ્ઞાસાના પ્રશ્નો આપ મોકલી શકો છો.