वन्दे तद्गुणलब्धये –
મોક્ષમાર્ગસ્ય નેતારં...ઈત્યાદિ વિશેષણોથી અર્હન્તદેવને જે વંદન
કરે છે તેના ભાવમાં શું હોય છે?–
* મોક્ષમાર્ગના નેતાને વંદન કરનારો જીવ,
જે ભાવથી મોક્ષમાર્ગ સધાય તે ભાવને જ આદરશે,
જે ભાવથી મોક્ષમાર્ગ ન સધાય તેને ને નહિ આદરે.
* भेतारं कर्मभूभृताम् એવા ભગવાનને વંદન કરનારો જીવ,
જે ભાવથી કર્મનું ભેદન થાય તે ભાવને જ આદરશે,
જે ભાવથી કર્મનું બંધન થાય તેને તે નહિ આદરે.
* ज्ञातारं विश्वतत्त्वानां એવા સર્વજ્ઞને જે વંદન કરે તે જીવ,
સર્વજ્ઞતાને અનુસરનારી એવી જ્ઞાનચેતનાને જ આદરશે,
સર્વજ્ઞતાને રોકનાર એવા રાગાદિભાવને તે નહિ આદરે.
* वन्दे तद्गुणलब्धये : ઉપર મુજબ ગુણજ્ઞાન સહિત સર્વજ્ઞને
વંદન કરનારો તે જીવ, પોતાના રત્નત્રયભાવને પ્રગટાવતો થકો સર્વજ્ઞ
જેવા ગુણોને ઉપલબ્ધ કરે છે.
–આ મોક્ષના માર્ગનું મંગળ છે.