ફોન નં. ૩૪ આત્મધર્મ Regd. No. G. 128
• મહાવીરનો સન્દેશ •
આત્મા સદા ઉપયોગસ્વરૂપ છે.
જ્ઞાન તે આત્માનું જીવન છે.
દરેક આત્મા સ્વતંત્ર પોતાથી પૂર્ણ છે.
દરેક આત્મામાં પોતાના અનંત ગુણ છે.
તમે તમારી પ્રભુતાને ઓળખો.
પરથી ભિન્નતા જાણી સ્વસન્મુખ બનો.
આત્મશક્તિ સંભાળીને વીર બનો.
જીવના અશુદ્ધભાવોથી જ સંસાર છે.
જીવ શુદ્ધભાવવડે મુક્તિ પામે છે.
શુદ્ધતા આત્માના સ્વાશ્રયથી થાય છે.
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર મોક્ષમાર્ગ છે.
તે ત્રણે આત્માના જ આશ્રયે છે.
તે શરીરના કે રાગના આશ્રયે નથી.
આ જ માર્ગે અમે મોક્ષ પામ્યા છીએ,
અને તમારે માટે પણ આ જ માર્ગ છે.
–આ છે ભગવાન મહાવીરનો સંદેશ.
ભગવાનના ૨૫૦૦મા નિર્વાણ
મહોત્સવ પ્રસંગે તેમનો આ સંદેશ ઝીલીને
આપણે પણ તેમના માર્ગે જઈએ.
અમે તો જિનવરનાં સંતાન.
જિનવર પંથે વિચરશું.
• અદ્ભુત આત્મા •
આતમા...આતમા...આતમા...રે...
અહો! અદ્ભુત ચિદાનંદ આતમા...
જેને દેખતાં થઈશ પરમાતમા રે,
અહો, અદ્ભુત ચિદાનંદ આતમા. ૧.
ભૂલ મા ભૂલ મા ભૂલ મા રે
તારી ચિદાનંદ વસ્તુને ભૂલ મા!
પરને પોતાની તું માન મા રે....
અહો, અદ્ભુત ચિદાનંદ આતમા. ૨.
તારામાં શાંત થા, ધર્માત્મા જીવ થા,
સ્વરૂપ–બહાર તું ભમ મા રે...
તારી ચિદાનંદ વસ્તુને ભૂલ મા...૩.
સમ્યગ્દ્રષ્ટિ થા ભ્રમ મટાડી,
આનંદસ્વરૂપે તું લીન થા રે....
અહો, અદ્ભુત ચિદાનંદ આતમા. ૪.
આનંદનો દરિયો જ્ઞાનસ્વરૂપી,
ઊજળે એમાં તું મગ્ન થા રે...
તારી ચિદાનંદ વસ્તુને ભૂલ મા. ૫.
આવી ગયો છે અવસર રૂડો,
શાંતસ્વરૂપે તું સ્થિર થા રે...
અહો, અદ્ભુત ચિદાનંદ આતમા. ૬.
પ્રકાશક : (સૌરાષ્ટ્ર) પ્રત : ૩૬૦૦
મુદ્રક : મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય : સોનગઢ (364250) : આસો (૩૭૨)