Atmadharma magazine - Ank 373
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 41 of 53

background image
: ૩૮ : આત્મધર્મ : કારતક : ૨૫૦૧
સમ્યકત્વની જે વાતના ભણકાર તેમને આવ્યા છે તેવા જ ભાવ હજારવર્ષ પહેલાંંની
પ્રવચનસારની આ ટીકામાં ભર્યા છે. પંચમકાળના આચાર્ય કહે છે કે અમને આ કાળે
ક્ષયોપશમ સમ્યક્ત્વ હોવા છતાં ક્ષાયકભાવ સાથે તેની સંધિ જોડી દેશું, તેમાં વચ્ચે કદી
મોહદ્રષ્ટિ ઉત્પન્ન થવાની નથી. આ વાત ઘણા જ પ્રમોદથી (વારંવાર પૂ. શ્રી
ચંપાબેનના જાતિસ્મરણજ્ઞાનની સાક્ષીપૂર્વક) કરી હતી, ને તેનું શ્રવણ કરતાં
શ્રોતાજનોને પણ હર્ષોલ્લાસ થતો હતો.
વાહ રે વાહ! જુઓ તો ખરા, આ ચૈતન્યની અનુભૂતિનું જોર! આ કાળે પણ
આવી અનુભૂતિ થઈ શકે છે. ભગવાન મહાવીરનું પરમ ધર્મતીર્થ અત્યારે પણ વર્તી રહ્યું
છે. આ કાળે પણ સમ્યગ્દ્રષ્ટિ–ધર્માત્માને ક્ષાયિકભાવ જેવી દ્રઢતા હોઈ શકે છે. અરે,
આત્માની અનુભૂતિમાં તો ક્ષાયિક કે ક્ષાયોપશમિકનો કોઈ ફેર અમને નથી દેખાતો;
વાહ રે વાહ! ભગવાનને ભેટેલા સંતોની વાણી તો જુઓ! શૂરવીર જીવો જ આ વાત
ઝીલી શકે છે. સમ્યગ્દર્શન કેમ થાય! તે પામવાની અફર રીત સંતોએ પ્રગટ કરી છે; ને
એવી અનુભૂતિ જે કરે તેની તો શી વાત! આ કાળેય એવી અનુભૂતિ ને ક્ષાયક જેવું
સમ્યક્ત્વ થઈ શકે છે. (પંચમકાળના જીવને ક્ષાયિકભાવ નથી હોતો એ વાતની તો
અમને ખબર છે, પણ ભાઈ! પંચમકાળમાંય ધર્મીને ક્ષયોપશમ–સમ્યક્ત્વમાંયે ક્ષાયક
જેવું જોર હોય છે–એ વાતની તને ખબર નથી. અહીં વીતરાગી સંતોની વાણીમાં, ને
બેનના જાતિસ્મરણમાં એ વાતના સ્પષ્ટ રણકાર છે.)
–અહો, આત્માની આવી નિઃશંક વાત મહાભાગ્યે મુમુક્ષુઓને અત્યારે મળે છે, તે
મંગળ છે; જ્ઞાની સંતોનો મહાન ઉપકાર છે. સાધર્મીઓ! અત્યારે ‘આત્મલાભ’ નો આ
મંગલઅવસર છે. લાભ લેવાના આ ટાણે જરૂર લાભ લઈ લેજો!
ચૈતન્યભાવ–
સ્વસંવેદન પ્રત્યક્ષ એ સૌથી શ્રેષ્ઠ પ્રમાણ છે. ત્યાં બીજા
પ્રમાણની અપેક્ષા રહેતી નથી. જ્ઞાન પોતે પોતાને જાણવા માટે
બીજા જ્ઞાનની અપેક્ષા રાખતું નથી, કેમકે તે સ્વસંવેદ્ય છે.
સ્વસંવેદ્યપણું માત્ર જ્ઞાનમાં જ છે.