: કારતક : ૨૫૦૧ આત્મધર્મ : ૩૭ :
“પંચમ કાળે ક્ષાયિકસમ્યકત્વ!!”
[પ્રવચનસાર ગા. ૯૨ ના પ્રવચન વખતે એક સરસ
આનંદકારી વાત ગુરુદેવના પ્રવચનમાં આવી; તે દીપાવલીની
મંગલબોણીરૂપે અહીં વાંચતાં મુમુક્ષુઓ આનંદિત થશે.]
શુદ્ધોપયોગ દ્વારા મોહનો નાશ કરીને જેમનો આત્મા સ્વયમેવ ધર્મરૂપ પરિણમ્યો
છે એવા આચાર્યકુંદકુંદસ્વામી કહે છે કે, આ આત્મા પોતે ધર્મ થાય તે ખરેખર મુમુક્ષુનો
મનોરથ છે. તેને ધર્મરૂપ થવામાં એકમાત્ર બહિર્મુખ મોહદ્રષ્ટિ (–મિથ્યાત્વ) જ વિઘ્ન
કરનાર છે. અને તે બહિર્મુખદ્રષ્ટિ તો અમને આગમના ભાવઅભ્યાસવડે તથા
આત્મજ્ઞાનવડે નષ્ટ થઈ ચુકી છે, –એવી નષ્ટ થઈ ચુકી છે કે હવે ફરીને કદી તે મારામાં
ઉત્પન્ન થવાની નથી. –જુઓ તો ખરા, જાણે ક્ષાયિક સમ્યક્ત્વ હોય એવું જોર
આચાર્યદેવની વાણીમાં છે. એમાં તો ઘણી ગંભીરતા છે.
કોઈ કહે–પ્રભો! તમે તો ભરતક્ષેત્રમાં પંચમકાળમાં અવતર્યા છો, તેથી ક્ષાયિક
સમ્યક્ત્વ તો હોય નહિ, ને ક્ષાયોપશમિક સમ્યક્ત્વ હોય તે તો ક્્યારેક છૂટી પણ જાય!
છતાં તમે તો ક્ષાયિક જેવા જોરથી કહો છો કે અમને ફરીને મોહદ્રષ્ટિ ઉત્પન્ન થવાની
નથી;–આટલી નિઃશંકતા! –અરે ભાઈ, આચાર્યદેવના હૃદયની તને ખબર નથી. તેઓ
સાક્ષાત્ તીર્થંકર ભગવાન પાસે ગયા હતા, ભગવાનની વાણીમાં ક્ષાયિકસમ્યક્ત્વની
વાત આવી હતી, ને આચાર્યદેવને પોતાને સમ્યક્ત્વમાં ક્ષાયિકભાવ જેવી અપ્રતિહત
દ્રઢતા હતી. ‘અમે સીમંધર ભગવાન પાસે ગયા હતા’ એમ સીધું ભલે તેમણે ન કહ્યું
પણ તેમની વાણીમાંથી એ વાતના ભણકાર ઊઠે છે. –અને આપણે અહીં ‘ચંપાબેન’
તેના સાક્ષી છે. તેમને જાતિસ્મરણમાં એ વાત આવી છે; સીમંધર ભગવાનની વાણીમાં
ક્ષાયિકભાવના ત્રણપ્રકાર તેમણે સાંભળ્યા છે. ક્ષાયોપશમિક સમ્યક્ત્વમાં પણ એવો
પ્રકાર હોય છે કે જે વચ્ચે ભંગ પડ્યા વગર ક્ષાયકભાવ સાથે સંધિ જોડી દે છે, –એને
‘જોડણીક્ષાયક’ કહેવાય છે. બીજી ઘણી વાત છે, પણ અત્યારે તો આ પ્રકરણ સાથે એ
વાતની સંધિ હોવાથી તે અહીં ખુલ્લી મુકી છે. બેનના જ્ઞાનમાં ઘણી નિર્મળતા છે. તેમાં
ભગવાન પાસેથી સાંભળેલી ક્ષાયિક