Atmadharma magazine - Ank 373
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 44 of 53

background image
: કારતક : ૨૫૦૧ આત્મધર્મ : ૪૧ :
બેસતાવર્ષે પંચપરમેષ્ઠીની ઉત્તમબોણીમાં
શુદ્ધાત્માની પ્રસાદી
(પ્રવચનસાર ગા. ૧૭૨)
અંદર ભગવાન આત્મા, કે જે સમ્યગ્દર્શનમાં ધ્યેય છે, અને જે પરમાર્થ સ્વજ્ઞેય
છે, તે કેવો છે? તેનું આ વર્ણન છે. –જેને સ્વજ્ઞેય બનાવતાં આત્મામાં અપૂર્વ આનંદ
થાય એટલે મોક્ષને સાધવાનું અપૂર્વ નવું વર્ષ બેસે, તેની આ વાત છે. ભાઈ, આવો
આત્મા જાણવામાં–અનુભવવામાં આવે એવી તારી તાકાત છે. ‘મને નહિ સમજાય’
એવું શલ્ય રાખીશ મા.
ગુણના વિશેષ વડે જેનું ગ્રહણ થતું નથી, ગુણના વિશેષને એટલે કે ભેદને ગ્રહણ
કરતાં પરમાર્થ આત્માનું ગ્રહણ થતું નથી; આ રીતે આત્મા અલિંગગ્રહણ છે. ગુણભેદને
સમ્યગ્દર્શન સ્વીકારતું નથી. માટે ગુણભેદને કે પર્યાયભેદને બર્હિતત્ત્વ કહ્યું છે, ને તે
ભેદરહિત અભેદ અનુભૂતિરૂપ તત્ત્વ તે અંર્તતત્ત્વ છે. (નિયમસાર ગા. ૩૮) એકેક
ગુણનો ભેદ પાડતાં અંર્તતત્ત્વ અનુભવમાં આવતું નથી. પરમાર્થ ચૈતન્યવસ્તુ ગુણના
ભેદમાં આવતી નથી. આવા આત્માને સ્વજ્ઞેય બનાવતાં તે જ્ઞાનમાં ભેદનું ગ્રહણ રહેતું
નથી. આવા સ્વજ્ઞેયનું ગ્રહણ કરીને જન્મ–મરણથી છૂટવાનો આ પ્રસંગ છે. મહાવીરનો
માર્ગ પામીને ભવનો અંત લાવવાની આ રીત છે. –સમ્યગ્દર્શન વડે જ ભવના અંતનો
(મોક્ષના આનંદનો) માર્ગ પ્રગટે છે.
ભાઈ, તારી ચૈતન્યસંપદા સર્વજ્ઞ મહાવીર તને બતાવીને સોંપી ગયા છે;
કુંદકુંદાચાર્ય જેવા વીતરાગી સંતો તને તે સંપદાનો ખજાનો ખોલવાની ચાવી આપે છે.
સમ્યગ્દર્શન તો સારામાં સારા આત્માને જ ગ્રહણ કરે ને! ‘સમ્યક્’ નો અર્થ
‘સુંદર’ થાય છે. સારામાં સારો સુંદર એવો જે ચૈતન્યસ્વરૂપ આત્મા, તેને અભેદપણે જે
ગ્રહણ કરે છે તે સમ્યગ્દર્શન છે. તેમાં ઓછું કરીને એટલે કે ગુણ–પર્યાયના ભેદ પાડીને
સમ્યગ્દર્શન તેને ગ્રહણ કરતું નથી. ભેદરૂપ લિંગોવડે તેનું ગ્રહણ થતું નથી. માટે આત્મા
અલિંગગ્રહણ છે. આત્મા કેવો? –કે ભેદના વિકલ્પને ન સ્પર્શે એવો.