: કારતક : ૨૫૦૧ આત્મધર્મ : ૪૫ :
બંધુઓ, તમે સૌએ પણ ઉત્તમ ભાવનાપૂર્વક આ આનંદમય ઉત્સવ ઉજવ્યો હશે.
હવે કારતક વદ દસમે મહાવીર ભગવાનના દીક્ષાકલ્યાણકનો મંગલ દિવસ છે. પોતાના
અંતરમાં જેમણે ચૈતન્યનું અતીન્દ્રિયસુખ જોયું છે એવા ભગવાનને દૈવીઉપભોગો કે
રાજવૈભવ આકર્ષી ન શક્્યા; ભગવાનને લગ્ન કરવા માતા–પિતાએ બહુ વિનવ્યા; પણ
સંસારથી વિરક્ત ભગવાન તો ત્રીસ વર્ષની વયે સાધુ થયા...સાડા બારવર્ષમાં
આત્મસાધના પૂરી કરીને સર્વજ્ઞપરમાત્મા બન્યા, ને તીર્થંકરપણે ભવ્ય જીવોને પરમ
મધુર ઈષ્ટ ઉપદેશ આપ્યો. આવા સર્વજ્ઞપરમાત્માના સ્વરૂપને ઓળખીને તેમના
ગુણગાન ગાતું, અને તેમના ઈષ્ટઉપદેશને સમજાવતું એક અભૂતપૂર્વ સુંદર પુસ્તક
(“સર્વજ્ઞ–મહાવીર અને તેમનો ઈષ્ટઉપદેશ”) સંપાદક દ્વારા લખાય છે.
કારતક વદ દશમે આપણે સૌ મુમુક્ષુઓ, આપણા વીરનાથ ભગવાનની પરમ
વૈરાગ્યદશાને યાદ કરીને આપણા જીવનમાં પણ ઉત્તમ વૈરાગ્યનું સીંચન કરીશું. પ્રભુને
દીક્ષા પહેલાંં જાતિસ્મરણજ્ઞાન થયું હતું. (શાસ્ત્રમાં કે પૂજનમાં માગશર વદ દશમ લખેલ
હોય, તે આપણા ગુજરાતી પ્રમાણે કારતક વદ દશમ સમજવી.)
આસોવદ પાંચમે લાઠીના ભાઈશ્રી કાન્તિલાલ રામજીભાઈ મોટાણીના મકાનના
વાસ્તુનિમિત્તે સોસાયટીમાં પ્રવચન થયું હતું, જે આપ આ અંકમાં વાંચશો.
આસોવદ અમાસે ભાઈશ્રી શંકરભાઈ, જેઓ હરિજન છે, અને બાલબ્રહ્મચારી
છે, તેમણે પૂ. ગુરુદેવ પાસે આજીવન બ્રહ્મચર્યપ્રતિજ્ઞા અંગીકાર કરી છે; કારતક સુદ
એકમના રોજ રાજકોટના ભાઈશ્રી દયાળજી ઓધવજી, જેઓ લુવાણા છે, અને B. A.
LL. B. છે તથા બાલબ્રહ્મચારી છે, તેમણે પણ પૂ. ગુરુદેવ પાસે આજીવન બ્રહ્મચર્ય–
પ્રતિજ્ઞા અંગીકાર કરી છે. –બંને જિજ્ઞાસુભાઈઓને ધન્યવાદ!
શ્રી અખિલભારત ભગવાન મહાવીર નિર્વાણમહોત્સવ સોસાયટી (દિલ્હી) ને
મળેલા અનુદાન માટે ઈન્કમટેકસ ખાતા તરફથી ટેકસમાં મુક્તિ આપવામાં આવેલી,
તેની મુદત તા. ૩૧–૧૦–૭૪ સુધીની હતી તેમાં વધારો કરીને તા. ૩૧–૩–૭૫ સુધીની
મુદત કરવામાં આવી છે. નિર્વાણમહોત્સવની આ રકમ રૂા. ૨૫૦/– અઢીસો કે તેથી વધુ
હોય ને ઉપરની તારીખ સુધીમાં ભરવામાં આવે તો ટેકસમાં તે કાપી અપાય છે. આ
રકમો સ્વીકારવાની સોનગઢમાં પણ વ્યવસ્થા છે; અને રકમની પહોંચ સાથે ઈન્કમટેક્ષ
ફ્રી નું સર્ટીફીકેટ પણ આપવામાં આવે છે.