Atmadharma magazine - Ank 373
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 47 of 53

background image
: ૪૪ : આત્મધર્મ : કારતક : ૨૫૦૧
હતો. ચારેકોર વીરવાણીના પરમાગમોની વચ્ચે, વીરનાથના ભવ્ય મંડપમાં બેસીને
જિનવાણીનું શ્રવણ કરતાં, જાણે વીરપ્રભુના સમવસરણમાં જ બેઠા હોઈએ...એવું ભવ્ય
વાતાવરણ પરમાગમ–મંદિરમાં સર્જાઈ ગયું હતું.
પ્રવચન પછી તરત વીરનાથપ્રભુની રથયાત્રા નીકળી, –જાણે વીરનાથપ્રભુની
સાથે વિહાર કરતાં હોઈએ–તેમ રથયાત્રામાં ભક્તજનો ઉમંગથી ભાગ લેતા હતા. આમ
ઉત્સવના દિવસોમાં સોનગઢનું વાતાવરણ કોઈ અનેરું હતું. ગામેગામથી કેટલાય
મુમુક્ષુઓ નિર્વાણમહોત્સવ જોવા આવ્યા હતા, ને ઉત્સવ દેખીને આનંદિત થતા હતા.
બપોરે પ્રવચન બાદ પૂ. બેનશ્રીબેને વીરનાથપ્રભુની અદ્ભુત ભક્તિ કરાવી હતી:
“ અહો, વીરનાથ પરમદેવ! આપે અમને ચૈતન્યની અનુભૂતિનો માર્ગ આપીને મહાન
ઉપકાર કર્યો છે. આપની જેટલી ભક્તિ કરીએ તેટલી ઓછી છે.”
આજના મંગલદિવસે કેટલાક સાહિત્યનું પ્રકાશન થયું હતું; જૈનબાળપોથીની
‘રજતજયંતિ આવૃત્તિ’ (પચીસમી આવૃત્તિ) પ્રગટ થઈ હતી (કુલ પ્રત એકલાખ
તેત્રીસ હજાર.) આ ઉપરાંત ‘ભગવાન મહાવીર’ ની નાનકડી પુસ્તિકા ગુરુદેવ સર્વ
મુમુક્ષુઓને સ્વહસ્તે ભેટ આપતા હતા. ગુરુદેવના હસ્તે દીવાળીની બોણીમાં મંગળ ભેટ
મેળવીને સૌ આનંદિત થતા હતા.
વીરપ્રભુના મંગલગીતગાન આખો દિવસ ચાલ્યા કરતા હતા; ઘરેઘરે વીરપ્રભુના
જયકાર ગવાતા હતા, નાટકો થતા હતા...સાકર વહેંચાતી હતી; સૌને ઉત્સાહ એવો હતો
કે વીરપ્રભુના ઉત્સવમાં શું–શું કરીએ!
બીજે દિવસે (કારતક સુદ એકમે) પણ એવું જ આનંદમય વાતાવરણ ચાલ્યા
કર્યું હતું. ગઈકાલે વીરનિર્વાણનું નવું વર્ષ (૨૫૦૧ મું) બેઠું; આજે વિક્રમસંવતનું નવું
વર્ષ બેઠું. અત્યારના બધા સંવતોમાં વીરનિર્વાણ સંવત સૌથી પ્રાચીન છે, ને
વીરનિર્વાણનો ઉત્સવ (દીપાવલી) ભારતવર્ષમાં સૌથી શ્રેષ્ઠ અને સર્વમાન્ય ઉત્સવ છે.
આ નિર્વાણઉત્સવ વખતે માત્ર સોનગઢ નહિ, આખુંય ભારત મહાવીરપ્રભુના
મંગલ ગીતગાનથી ગાજી ઉઠયું હતું. દેશના બધા રેડિયા પણ મહાવીરસન્દેશ સુણાવી
રહ્યા હતા. –બહારમાં પણ જેમના નામના ઉત્સવનો આવો પ્રભાવ...તો સાધકના
અંતરમાં એ પ્રભુના માર્ગને સાધતાં કેવો ઉત્સવ ને કેવી અદ્ભુતતા હશે! !–એની હે
વાંચક બંધુઓ! તમે કલ્પના તો કરજો...તમને કંઈક બીજું જ (મહાવીરનું અદ્ભુત અંતરંગ
સ્વરૂપ) દેખાશે...ને ચૈતન્યના દીવડા ઝગઝગાટ કરતા પ્રગટ થશે. ‘જય મહાવીર’