Atmadharma magazine - Ank 373
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 46 of 53

background image
: કારતક : ૨૫૦૧ આત્મધર્મ : ૪૩ :
સોનગઢમાં મંગલ દીપાવલીપર્વ
મહાવીરપ્રભુના ૨૫૦૦ વર્ષીય નિર્વાણમહોત્સવનો ઉમંગભર્યો પ્રારંભ
જેમ જેમ આસોવદ અમાસ નજીક આવતી હતી તેમ તેમ નિર્વાણપ્રેમી
મુમુક્ષુઓના અંતર નિર્વાણમહોત્સવ જોવા માટે–ઉજવવા માટે આતુર બનતા હતા.
મુમુક્ષુનાં મન અને ઘર બંનેમાં પરિવર્તન થવા માંડયું હતું...જાણે મોક્ષના
મંગલપ્રભાતની ઉષા પ્રગટવા માંડી હતી...ચૌદસની રાત ગઈ...હજી અમાસ ઊગી ન
હતી–ત્યાં તો મંગલ શરણાઈઓ ગુંજી ઊઠી, હજારો દીવડાથી મંદિરો ઝગઝગી ઊઠયા,
વીરનાથના મંગલ ગીત ઘરેઘરે ગાજી ઊઠયા. નિર્વાણની અપૂર્વ ઘડી આવી પહોંચી.
હજારો મુમુક્ષુઓ દેવ–ગુરુના દર્શન માટે આવી પહોંચ્યા. કહાનગુરુને પણ નિર્વાણોત્સવ
માટે ઘણો ઉમંગ હતો, અનેક દિવસોથી આ મંગલપ્રસંગને યાદ કરી કરીને તેઓ કહેતા
કે અહા, આ ઉત્સવ સૌએ ઉજવવા જેવો છે. અઢીહજાર વર્ષનો આવો અવસર જીવનમાં
આવ્યો, તે મહાભાગ્ય છે; નિર્વાણના મંગલપ્રભાતમાં જ આત્મિકશક્તિઓને યાદ કરીને
તેનો મહિમા કરતાં કહ્યું કે આવી શક્તિવાળો આત્મા છે–તે આત્મામાં નિર્વાણઉત્સવ
ઉજવાય છે. મહાવીર ભગવાન મોક્ષ પામ્યા તેનો આજે મંગળ દિવસ છે; નિર્વાણપ્રેમી
જીવો ભગવાનના નિર્વાણનો ઉત્સવ ઊજવે છે; તે મહાન ઉત્સવ આજથી શરૂ થાય છે.
આવા મંગલપૂર્વક ઉત્સવ શરૂ થયો. સૌ પ્રથમ શ્રી મહાવીર–પરમાગમ મંદિરમાં
બિરાજમાન મહાવીરભગવાનની ભાવભીની પંચકલ્યાણક પૂજા થઈ...અહા, વીરનાથને
દેખી દેખીને સાધકજીવોનું આત્મવીર્ય ઉલ્લસિત થાય છે. આવી ભાવભીની પૂજા કરતાં
ભક્તોનું હૈયું આનંદિત થતું હતું. શ્રી વીરનાથભગવાનથી આપણે દૂર નથી પણ તેમની
નજીક જ છીએ એવા ભાવોથી પૂજન કર્યું.
પૂજન બાદ મંગલ ગીત–ગાન–ભજનો થયા પછી ગુરુદેવનું પ્રવચન થયું.
પ્રવચનમાં વીરમાર્ગનો ઘણો મહિમા બતાવતાં ગુરુદેવે કહ્યું કે, ભગવાન મહાવીરનો
નિર્વાણમહોત્સવ ઉજવવાની સાચી રીત એ છે કે ભગવાને ઈષ્ટઉપદેશમાં જેવો
આત્મસ્વભાવ બતાવ્યો છે તેવો પોતાના જ્ઞાનમાં–અનુભવમાં લઈને, મોક્ષમાર્ગમાં
આત્માને સ્થિત કરવો. ભગવાને દેખાડેલા નિર્વાણમાર્ગમાં પરિણમવું તે જ સાચો
નિર્વાણમહોત્સવ છે.
વીરનાથના નિર્વાણમહોત્સવ પ્રસંગે, પ્રવચનમાં વીરમાર્ગનું શ્રવણ કરતાં ઉલ્લાસ થતો