ગંભીર એવું ચૈતન્યતત્ત્વ, તેને જાણનારું જ્ઞાન પણ અનેકાન્તવડે પરમ ગંભીર છે.
જૈનશાસનમાં જ તેનો પાર પામી શકાય છે. ચૈતન્યના અનુભવરસમાં સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્ર–સુખ બધું સમાઈ જાય છે.
દ્રવ્યો વચ્ચે તો પ્રદેશભેદ છે, દ્રવ્ય–ગુણ–પર્યાય વચ્ચે પ્રદેશભેદ નથી, અભિન્નપ્રદેશત્વ છે.
ધર્માત્મા સર્વગુણોથી અભેદવસ્તુને અનુભવે છે.
પાડીને ‘આત્મા ધ્રુવ છે, આત્મા જ્ઞાન છે, આત્મા અધ્રુવ છે’–એમ દેખતાં અનંત ભેદ
પડી જાય છે–વિકલ્પની ઉત્પત્તિ થાય છે, ને અભેદરૂપ સાચા જીવનો અનુભવ ખોવાઈ
જાય છે. જુઓ, ‘હું ધ્રુવ છું’–એ પણ એક નયનો વિકલ્પ છે; તેમાં આત્માનો અનુભવ
નથી. આત્માના અનુભવમાં તો સર્વે ગુણોથી અભેદરૂપ વસ્તુ છે. અનંતધર્મો આત્મામાં
છે ખરા,–પણ અનુભવમાં તેમનો ભેદ નથી. જો એક ધર્મને જુદો પાડવા જાય તો
જીવનો અનુભવ ખોવાઈ જાય છે ને વિકલ્પનો કલેશ ઊભો થાય છે. ધર્મી તો ધર્મોમાં
ભેદ પાડ્યા વગર નિર્વિકલ્પ જ્ઞાનમાત્ર આત્મવસ્તુને અનુભવમાં લ્યે છે.