: માગશર : ૨૫૦૧ આત્મધર્મ : ૧૫ :
• સાધકદશાની અદ્ભુતતા!–તેમાં મુક્તિ પણ સ્પર્શે છે •
પોતાના સ્વરૂપનો અનુભવ કરનાર સાધક ધર્માત્મા આત્માના પરમ અદ્ભુત
મહિમાનો સાક્ષાત્કાર કરે છે: અહો, ચૈતન્યસ્વભાવની ગંભીરતાનો કોઈ પરમ અપાર
મહિમા છે. પર્યાયમાં એક તરફથી જોતાં વીતરાગી શાંતિ વેદાય છે; ને વળી બીજી તરફ
કષાયનો કોલાહલ પણ દેખાવ દે છે.–જુઓ, આ સાધકભાવ! એકલો કષાય નથી તેમ
કષાયનો સર્વથા અભાવ પણ થયો નથી; કંઈક શાંતિ, ને કંઈક દુઃખ, બંને ભાવો
પોતાની એકપર્યાયમાં એકસાથે વર્તે છે; છતાં ભેદજ્ઞાન તે બંને ભાવોને સર્વથા ભિન્ન
જાણે છે.–આવી સાધકદશા આશ્ચર્યકારી છે; તેમાં ચૈતન્યનો મહિમા અદ્ભુત છે,–તે તો
સદાય સાધકના જ્ઞાનમાં વર્તે જ છે.–રાગ વખતેય કાંઈ ચૈતન્યની અદ્ભુતતાનો મહિમા
ચુકાતો નથી.
જ્ઞાનીને વળી કષાય હોય?–જ્ઞાનચેતનાની સાથે સાધકને તે ભૂમિકાને યોગ્ય
કષાય (દશમા ગુણસ્થાન સુધી) વર્તે છે, પણ જ્ઞાનીની વિશેષતા એ છે કે તેની જ્ઞાન–
ચેતના જે ખીલી છે તે તો કષાય વગરની શાંતરસમાં જ લીન છે; તેને ચેતનાનું કાર્ય
અને કષાયનું કાર્ય–બંને તદ્ન જુદા જ ભાસે છે; ચેતનાને અને કષાયને–એકબીજાને
કાંઈ લાગતું–વળગતું નથી. જુઓ, આ ધર્માત્માની અદ્ભુતતા! એક જ પર્યાયમાં બે
ભાવો, છતાં બંને ભાવોને જરાય કર્તા–કર્મપણું નથી, જ્ઞાનચેતના કષાયને કરતી નથી કે
ભોગવતી નથી. એટલે જ્ઞાનચેતનામાં તો શાંતિ અને મુક્તિ જ સ્પર્શે છે.
સંબોધન
* અલી સખી! એવા દર્પણને તે શું કરવું?–કે જેમાં આત્માનું પ્રતિબિંબ
ન દેખાય. મને તો આ જગત બહાવરું પ્રતિભાસે છે–કે જેને ગૃહપતિ ઘરમાં
હોવા છતાં તેનું દર્શન નથી થતું.
* જીવતાં જ જેને, પાંચ ઈન્દ્રિયસહિત મન મરી ગયું તેને મોકળો– છૂટો
જ જાણો નિર્વાણપંથ તેણે પ્રાપ્ત કરી લીધો.
* હે વત્સ! થોડા કાળમાં જેનો ક્ષય થઈ જાય છે–તેવા ઘણા અક્ષરોને
તારે શું કરવા છે? મુનિ તો જ્યારે અનક્ષર (શબ્દાતીત–ઈન્દ્રિયાતીત) થાય છે
ત્યારે મોક્ષને પામે છે. (પાહુડ દોહા: ૧૨૨–૨૩–૨૪)