Atmadharma magazine - Ank 374
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 29 of 41

background image
: ૨૬ : આત્મધર્મ : માગશર : ૨૫૦૧
શિષ્ય વિનયથી ઊભો રહે તેમ ભરત પાસે હાથી વિનયથી ઊભો. ભરતે પ્રેમથી તેના
માથે હાથ મૂકીને કહ્યું–અરે ગજરાજ! તને આ શું થયું? તું શાંત થા!! આ તને શોભતું
નથી. તારા ચૈતન્યની શાતિને તું જો.
ભરતના મીઠાં વચન સાંભળતાં હાથીને
ઘણી શાંતિ થઈ; તેની આંખમાંથી આંસુ નીકળવા
લાગ્યા! વૈરાગ્યથી તે વિચારવા લાગ્યો કે અરે, હવે
અફસોસ કરવો શું કામનો?–પણ હવે મારું
આત્મકલ્યાણ થાય, ને હું આ ભવદુઃખથી છૂટું–
એવો ઉપાય કરીશ.–આ રીતે પરમ વૈરાગ્યનું
ચિંતન કરતો તે હાથી એકદમ શાંત થઈને ભરતની
સામે ટગટગ નજરે જોતો ઊભો: જાણે કહેતો હોય
કે હે બંધુ! તમે પૂર્વભવના મારા મિત્ર છો, પૂર્વે
સ્વર્ગમાં આપણે સાથે હતા, તો અત્યારે પણ મને
આત્મકલ્યાણ આપીને આ પશુગતિમાંથી મારો ઉદ્ધાર કરો!
વાહ રે વાહ! ધન્ય હાથી! તેં હાથી થઈને આત્માને સમજવાનું મોટું કામ કર્યું!
પશુ હોવા છતાં તે પરમાત્માને ઓળખી લીધા ને તારું જીવન સાર્થક કર્યું.
હાથીને એકાએક શાંત થઈ ગયેલો જોઈને લોકો આશ્ચર્ય પામ્યા–અરે આ શું
થયું! ભરતે હાથી ઉપર શું જાદૂ કર્યું? તે આમ એકાએક શાંત કેમ થઈ ગયો? ભરત
તેના ઉપર બેસીને નગરીમાં આવ્યો; ને હાથીને હાથીખાનામાં રાખ્યો; માવત લોકો તેની
ખૂબ સેવા કરે છે. તેને રીઝવવા વાજિંત્ર વગાડે છે, તેને માટે લાડવા કરાવે છે; તેને
ઉત્તમ શણગાર સજે છે–પણ આશ્ચર્યની વાત એ છે કે હાથી હવે કાંઈ ખાતો નથી,
વાજિંત્રમાં કે શણગારમાં ધ્યાન દેતો નથી, ઊંઘતો પણ નથી, તે એકદમ ઉદાસ રહે છે;
ક્રોધ પણ નથી કરતો. એકલો–એકલો આંખો મીંચીને શાંત થઈને બેસી રહે છે. ને
આત્મહિતની જ વિચારણા કરે છે–આમ ને આમ ખાધા–પીધા વગર એકદિવસ ગયો, બે
દિવસ ગયા, ચાર દિવસ થઈ ગયા....ત્યારે મહાવતો મૂંઝાયા ને શ્રીરામ પાસે આવીને
કહ્યું–હે દેવ! આ હાથી ચાર દિવસથી કાંઈ ખાતો નથી, પીતો નથી, ઊંઘતો નથી, તોફાન
પણ કરતો નથી; શાંત થઈને બેઠો છે, ને આખો દિવસ કાંઈક ધ્યાન કર્યા કરે છે!–તો શું
કરવું? તેને રીઝવવા અમે ઘણું કરીએ છીએ, તેને પ્રેમથી બોલાવીએ છીએ તો
સાંભળતો નથી. સારૂં સારૂં મિષ્ટભોજન ખવડાવીએ છીએ તો ખાતો નથી.–એના મનમાં
શું છે? તે ખબર