Atmadharma magazine - Ank 374
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 28 of 41

background image
: માગશર : ૨૫૦૧ આત્મધર્મ : ૨૫ :
પણ રાવણ તેના બે દંતૂશૂળ વચ્ચેથી સરકીને નીચે ઊતરી ગયો–આમ ઘણીવાર સુધી
હાથી સાથે રમત કરીને હાથીને થકાવી દીધો; ને છેવટે રાવણ હાથીની પીઠ ઉપર ચડી
ગયો. હાથી પણ જાણે રાજા રાવણને ઓળખી ગયો હોય તેમ શાંત થઈને, વિનયવાન
સેવકની માફક ઊભો રહ્યો. રાવણ તેના ઉપર બેસીને મહેલ તરફ આવ્યો. ચારેકોર
જયજયકાર થઈ રહ્યો.
રાવણને આ હાથી ખૂબ જ ગમી ગયો, તેથી તેને તે લંકા લઈ ગયો; લંકામાં તે
હાથીની પ્રાપ્તિનો ઉત્સવ કરીને તેનું નામ ‘ત્રિલોકમંડન’ રાખ્યું. રાવણના લાખો
હાથીમાં તે પટ્ટહાથી હતો.
* * *
હવે, એકવાર રાવણ સીતાને ઉપાડી ગયો; રામ–લક્ષ્મણે લડાઈ કરીને રાવણને
હરાવ્યો, ને સીતાને લઈને અયોધ્યા આવ્યા; ત્યારે લંકાથી તે ત્રિલોકમંડન હાથીને પણ
પોતાની સાથે લેતા આવ્યા. રામ–લક્ષ્મણના ૪૨ લાખ હાથીમાં તે સૌથી મોટો હતો, ને
તેનું ઘણું માન હતું.
રામના ભાઈ ભરત અત્યંત વૈરાગી હતા, ને મુનિ થવા માંગતા હતા; પણ રામ–
લક્ષ્મણે આગ્રહ કરીને તેને રોક્યા હતા.
એકવાર તે ભરત સરોવરકિનારે ગયેલ; તે વખતે ગજશાળામાં શું બન્યું તે
સાંભળો! મનુષ્યોની ભીડ દેખીને ત્રિલોકમંડન હાથી ગભરાયો, ને સાંકળ તોડીને
ભયંકર અવાજ કરતો ભાગ્યો. હાથીની ગર્જના સાંભળીને અયોધ્યાના લોકો ભયભીત
થઈ ગયા. હાથી તો દોડ્યો જાય છે, રામ–લક્ષ્મણ તેને પકડવા પાછળ દોડે છે. દોડતો
દોડતો તે સરોવર કિનારે ભરત સામે આવ્યો. લોકો ચિંતામાં પડ્યા–હાય! હાય!
ભરતનું શું થશે! તેની મા કૈકેયી તો હાહાકાર કરવા લાગી.
ભરતે હાથી સામે જોયું, ને હાથીએ ભરતને દેખ્યો, બસ, દેખતાવેંત તે એકદમ
શાંત થઈ ગયો; હાથી તેને ઓળખી ગયો કે અરે, આ ભરત તો મારો પૂર્વભવનો પરમ
મિત્ર! હાથીને પૂર્વભવનું જ્ઞાન થયું; પૂર્વભવમાં ભરત તેનો મિત્ર હતો, ને તેઓ બંને
છઠ્ઠા સ્વર્ગમાં સાથે હતા. હાથીને તે યાદ આવ્યું ને ઘણો અફસોસ થયો, કે અરેરે!
પૂર્વભવમાં હું આ ભરતની સાથે જ હતો પણ મેં ભૂલ કરી તેથી હું દેવમાંથી આ પશુ
થઈ ગયો. અરેરે, આવો પશુનો અવતાર! તેને ધિક્કાર છે.
–આમ ભરતને જોતાં જ હાથી એકદમ શાંત થઈને ઊભો રહ્યો. જેમ ગુરુ પાસે