Atmadharma magazine - Ank 374
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 27 of 41

background image
: ૨૪ : આત્મધર્મ : માગશર : ૨૫૦૧
એક હતો હાથી
[બંધુઓ, ઘણા વખતથી તમારી એક વાર્તા અમારી પાસે
લેણી હતી. એક હતું દેડકું, ને એક હતો વાંદરો–એ બે વાર્તા પછી
ત્રીજી હાથીની વાતો કહેવાનું અમે કહેલ, તેથી ઘણા બાળકો તેની
માગણી કરતા હતા. તે વાર્તા અહીં આપી છે; તે આનંદથી
વાંચજો ને તેમાંથી ઉત્તમ બોધ લેજો.
] –બ્ર. હ. જૈન
એક હતો હાથી..ભારે મોટો હાથી! ઘણો સુંદર હાથી,
ભગવાન રામચંદ્રજીના વખતની આ વાત છે.
મહારાજા રાવણ એક વખત લંકા તરફ જતો હતો, ત્યાં વચ્ચે સમ્મેદશિખર ધામ
આવ્યું. આ મહાન તીર્થધામને દેખીને રાવણને ઘણો આનંદ થયો, ને તેની નજીક મુકામ કર્યો.
ત્યાં તો એકાએક મેઘગર્જના જેવી ગર્જના સંભળાવા લાગી, લોકો ભયથી
નાશભાગ કરવા લાગ્યા; લશ્કરના હાથી–ઘોડા વગેરે પણ ભયથી ચીસ પાડવા લાગ્યા.
રાવણે આ કોલાહલ સાંભળ્‌યો, ને મહેલ પર ચડીને જોયું કે–એક ઘણો મોટો ને અત્યંત
બળવાન હાથી ઝૂલતો–ઝૂલતો આવી રહ્યો છે, તેથી આ ગર્જના છે; ને તેનાથી ડરીને
લોકો ભાગી રહ્યા છે; હાથી ઘણો જ સુંદર હતો, આવો મજાનો, ઊંચોઊંચો હાથી દેખીને
રાવણ રાજી થયો; ને તેને આ હાથી ઉપર સવારી કરવાનું મન થયું; એટલે હાથીને
પકડવા માટે તે નીચે આવ્યો ને હાથીની સામે ચાલ્યો. રાવણને દેખતાં જ હાથી તો તેની
સામે દોડ્યો. લોકો તો આશ્ચર્યથી જોઈ રહ્યા કે હવે શું થાશે!
–પણ રાજા રાવણ ઘણો બહાદૂર હતો. ‘ગજકેલિ’ માં એટલે કે હાથી સામે
રમવાની કળામાં તે હોશિયાર હતો. પહેલાંં તો તેણે હાથી સામે એક લાકડી ફેંકી; હાથી
તે સૂંઘવા રોકાયો, ત્યાં તો છલાંગ મારીને રાવણ તે હાથીના માથા ઉપર ચડી ગયો, ને
તેના કુંભસ્થળ પર મૂઠીનો પ્રહાર કરવા લાગ્યો.
હાથી ગભરાઈ ગયો, તેણે સૂંઢ ઊંચી કરીને રાવણને પકડવા ઘણી મહેનત કરી;