: માગશર : ૨૫૦૧ આત્મધર્મ : ૨૩ :
મારા ઉત્પાદ–વ્યય–ધ્રુવથી બહાર જઈને બીજામાં હું કાંઈ કરું–એવું મારું અસ્તિત્વ
છે જ નહીં. બીજાના ઉત્પાદ–વ્યય–ધ્રુવ તેના પોતાના અસ્તિત્વથી છે, મારાથી નહિ.
–આવી સ્વતંત્રતાના સમ્યગ્જ્ઞાનમાં વીતરાગતા છે;
સ્વતંત્રતા જાણતાં સ્વ–પરની ભિન્નતા જણાય છે;
સ્વ–પરની ભિન્નતાને જાણતાં સ્વતત્ત્વમાં સંતોષ થાય છે.
સ્વતત્ત્વમાં સંતુષ્ટ થતાં સ્વાશ્રયે વીતરાગભાવ થાય છે.
વીતરાગતામાં જ સુખ છે; અને સુખ તે જીવનું ઈષ્ટ છે.
આ રીતે ઈષ્ટની પ્રાપ્તિનો આ ઉપાય છે.
ને આ જ મહાવીરપ્રભુનો ઈષ્ટ ઉપદેશ છે.
સત્કાયર્
સત્કાર્ય તો તેને કહેવાય કે જેનાં ફળમાં ચોક્કસ પોતાને
શાંતિ મળે. જેનાથી શાંતિ ન મળે તો એવા નિષ્ફળ કાર્યને તો સત્કાર્ય
કોણ કહે? ને એવા નકામા–નિષ્ફળ કાર્યને તો ક્યો સૂજ્ઞપુરુષ કરે?
સૂજ્ઞપુરુષો નિષ્ફળ પ્રવૃત્તિ (તેલ માટે રેતી પીલવા જેવી) કરતા
નથી....જેમાં કાંઈ પણ પ્રયોજન સધાતું હોય એવી જ પ્રવૃત્તિ કરે છે.
હવે એવી પ્રવૃત્તિરૂપ સત્કાર્ય શું છે? તે જોઈએ:–આત્માનું
સ્વકીય ‘સત્’ તો ઉપયોગસ્વરૂપ ચૈતન્યતત્ત્વ છે; તે સત્ ચૈતન્યમાં
પ્રવૃત્તિ,–તે સત્પ્રવૃત્તિ અથવા સત્કાર્ય છે. અને સત્કાર્યમાં પરમ
શાંતિનું વેદન હોવાથી તે સફળ પ્રયોજનરૂપ છે.
સ્વતત્ત્વમાં પ્રવૃત્તિરૂપ આવું સુંદર સત્કાર્ય ત્યારે જ થઈ શકે કે
જ્યારે બીજા બધાથી ભિન્ન, અત્યંત સુંદર એવા સ્વતત્ત્વને જાણ્યું
હોય. સ્વદ્રવ્યની મહાન સુંદરતાને જે જાણે તેને તેમાં જ પ્રવૃત્તિ
કરવાનું મન થાય; ને તેના સિવાય દુઃખદાયક એવી બાહ્યપ્રવૃત્તિથી
તેનું ચિત્ત હટી જાય. આ ધર્મીનું સત્કાર્ય છે, ને તે ચોક્કસ અપૂર્વ
શાંતિ દેનાર છે.