Atmadharma magazine - Ank 374
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 35 of 41

background image
: ૩૨ : આત્મધર્મ : માગશર : ૨૫૦૧
આ રીતે, મુમુક્ષુને આ જગતમાં પોતાના આત્માની આનંદઅનુભૂતિ સિવાય
બહારમાં બીજા કોઈની ભાવના હોતી નથી; નિરંતર દિન–રાત તે
નિજઅનુભૂતિને જ ભાવે છે.
અહો, અનુભૂતિની ભાવના કરતાં–કરતાં મુમુક્ષુને એવી મજાની શાંતિને ઉત્સાહ
જાગે છે કે દુનિયાની બધી ચિન્તાઓ ને દુઃખો દૂર થઈ જાય છે. માટે આવી
આત્મભાવના ભાવવી.
જય મહાવીર



આત્માને સુખી થવું છે;
મોક્ષ વગર પૂર્ણ સુખ હોઈ શકે?..............ના.
મુનિદશા વગર મોક્ષ હોઈ શકે?..............ના.
આત્માના જ્ઞાન વગર મુનિદશા થાય?..............ના.
જ્ઞાનસ્વભાવના નિર્ણય વગર આત્મજ્ઞાન થાય?..............ના.
સર્વજ્ઞના નિર્ણય વગર જ્ઞાનસ્વભાવનો નિર્ણય થાય..............ના.
–માટે–
જેને સુખી થવું હોય તેણે
સર્વજ્ઞને ઓળખીને તેમના જેવા પોતાના જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરવો.
જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરીને સ્વાનુભવથી સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન કરવું.
સમ્યગ્દર્શન–જ્ઞાન કરીને વૈરાગ્યપૂર્વક શુદ્ધોપયોગવડે મુનિદશા પ્રગટ કરવી. મુનિ થઈને
આત્મસ્વરૂપમાં લીનતાવડે કેવળજ્ઞાનને મોક્ષદશા કરવી.
બસ, પછી તો આપણને સુખ–સુખ ને સુખ! સુખનો કદી પાર નહીં.
વાહ ભાઈ વાહ! સુખી થવાની કેવી મજાની રીત!!
ચાલો સાધર્મીઓ, આપણે બધા સાથે મળીને તે રીત કરીએ ને સુખી થઈએ.