Atmadharma magazine - Ank 374
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 41

background image
: : આત્મધર્મ : માગશર : ૨૫૦૧
પોતાના અંતરને ઢંઢોળો!–આ જ ભારતીય સંસ્કૃતિની સૌથી મહાન દેન છે. શ્રીમતી
ગાંધી ઉપરાંત ભારત સરકારના અનેક પ્રધાનો પણ ઉપસ્થિત હતા. શ્રીમતી ઇંદિરાબેને
જુસ્સાદાર ભાષામાં કહ્યું કે–‘યહ સચ હૈ કિ આજ હમ આધુનિકતા ઔર વિજ્ઞાનકે યુગમેં
બહ રહે હૈં–લેકિન આધુનિકતાકા મતલબ યહ નહીં કિ હમ અપની પ્રાચીન
અધ્યાત્મસંસ્કૃતિકો છોડ દે યા ઉનસે કિનારાકસી કરને લગેં, આગળ જતાં તેમણે કહ્યું કે
આપણે શાંતિ માત્ર મનુષ્યોમાં નહિ પણ બધા પ્રાણીઓમાં લાવવી છે, અને તે શાંતિનું
સ્થાપન ભગવાન મહાવીરે આપેલા અહિંસા અને અપરિગ્રહના મૂળમંત્ર વડે જ થઈ
શકે તેમ છે. અંતમાં ફરીને શ્રદ્ધાંજલિપૂર્વક તેમણે કહ્યું કે બાળકો અને નવી પેઢી
ભગવાન મહાવીરના સિદ્ધાંતોને પોતાના જીવનમાં ઉતારો. (માનનીય રાષ્ટ્રપતિજીએ
પણ પોતા તરફથી તેમજ સમસ્ત રાષ્ટ્ર તરફથી ભગવાન મહાવીર–નિર્વાણોત્સવ માટે
શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી.
નિર્વાણમહોત્સવના રંગમંચની શોભા અદ્ભુત હતી. આકાશમાં ફરકતો પંચરંગી
જૈનઝંડો જાણે કે જનતાને પંચપરમેષ્ઠીના આશીર્વાદ જ દેતો હતો. જૈનસમાજના અગ્રિમ
નેતાઓ શ્રીમાન્ શેઠ કસ્તુરભાઈ લાલભાઈ તથા શ્રીમાન્ શેઠ શાંતિપ્રસાદજી સાહુજી
વગેરેએ પણ પોતાની ઘણી ભાવભીની પ્રસન્નતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે સમસ્ત
જૈનસમાજની જે એકતા જોવામાં આવી તે ઘણી ખુશીની વાત છે. આપણે બધા
એકબીજા સાથે હળી–મળીને પ્રસન્નતાથી વીરગુણ ગાઈએ, ક્્યાંય પણ કલેશ ન હોય,
અને મહાવીરના શાસનમાં સૌ પોતપોતાનું આત્મહિત કરે–એ જ ભાવના; અને એ જ
પ્રભુ મહાવીરનો સાચો મહોત્સવ છે:–બધાય જૈનોને તે ઈષ્ટ છે.
આપણે દિલ્હીનો દરબાર જોયો; હવે ચાલો ઈન્દોર તથા અજમેર!
અહા, બંને જગ્યાએ અદ્ભુત રચના બની છે. ઇંદોરમાં જૈનધર્મચક્ર સાથે પચાસ
હજારનો જનસમૂહ અભૂતપૂર્વ ઉત્સાહથી ભાગ લઈને જૈનધર્મના મહિમાને પ્રસિદ્ધ કરી
રહ્યો છે. અજમેરમાં નિર્વાણધામ પાવાપુરીની રચના એવી સુંદર છે કે જાણે વીરનાથ
ભગવાન ફરી પધારીને પાવાપુરીમાં ધર્મોપદેશ દઈ રહ્યા હોય! સમસ્ત જનતા ઘણા
આનંદથી ભાગ લઈ રહી છે.
અજમેર, ઈન્દોર તથા બીજા અનેક સ્થળોએ સમસ્ત જૈનોએ હળીમળીને એક–
સાથે જે ભવ્ય ધાર્મિક સરઘસ કાઢ્યું હતું તે અપૂર્વ અને અદ્વિતીય હતું.
(વધુ માટે જુઓ પાનું ૩૦)