: ૬: આત્મધર્મ : માગશર : ૨૫૦૧
વસ્તુમાં બે સ્વભાવ: એક દ્રવ્યસ્વભાવ; બીજો પર્યાયસ્વભાવ. એ બંને
સ્વભાવને જાણતાં આખી વસ્તુનું યથાર્થ સ્વરૂપ જણાય છે. એકલા પર્યાયસ્વભાવને જ
આખી વસ્તુ માની લ્યે તો તે પર્યાયમૂઢ છે, અને વસ્તુના પર્યાયસ્વભાવને જાણે જ
નહિ, તો તે પણ મૂઢ છે.
આત્મા શુદ્ધજ્ઞાયક છે, તેના સ્વભાવમાં રાગ–દ્વેષ નથી, એમ જ્યારે કહેવામાં આવે
છે ત્યારે તે દ્રવ્યસ્વભાવની અપેક્ષાએ કથન છે, તે વખતે પર્યાયસ્વભાવ ગૌણ છે. એ
દ્રવ્યસ્વભાવને જોતાં આત્મામાં અશુદ્ધતા છે જ નહિ ને તેમાંથી અશુદ્ધતા આવતી નથી.
–તો પર્યાયમાં અશુદ્ધતા કેમ?
પર્યાયસ્વભાવથી જોતાં, પર્યાયમાં જે અશુદ્ધતા છે તે આત્માની જ છે, આત્મા જ
અશુદ્ધપર્યાયપણે પરિણમ્યો છે.
જે ભાવમાં પ્રણમે દરવ તે–કાળ તન્મય તે કહ્યું;
જીવદ્રવ્ય તેથી ધર્મમાં પ્રણમેલ ધર્મ જ જાણવું. (પ્રવચનસાર ૮)
“सम्यग्द्रर्शनमेतदेव नियमात् आत्मा च तावानयं” (સમયસાર કળશ: ૬)
જે પર્યાયમાં વિકાર થયો તે પર્યાય પોતે જ તેવા સ્વભાવવાળી છે તે વિકાર
(૧) નથી તો દ્રવ્યસ્વભાવમાંથી આવ્યો.
(૨) પહેલાંં તે પર્યાય દ્રવ્યમાંથી શુદ્ધ પ્રગટી ને પછી અશુદ્ધ થઈ એમ પણ નથી.
(૩) નિમિત્તે પણ તે અશુદ્ધતા કરાવી નથી, તેમ જ
(૪) જડમાં પણ તે અશુદ્ધતા થઈ નથી.
તે અશુદ્ધતા આત્માની પર્યાયમાં થઈ છે અને તેનું કારણ પણ તે પર્યાયસ્વભાવ જ છે.
અશુદ્ધતાને ‘પર્યાયસ્વભાવ’ કહ્યો તેથી ભડકવું નહિ, કેમકે પર્યાયસ્વભાવ એક
જ સમયપૂરતો હોય છે, એટલે કે જે પર્યાયમાં વિકાર છે તે વિકાર તે પર્યાયના સમય
પૂરતો જ છે, તે વિકાર કાંઈ દ્રવ્યસ્વભાવને વિકારી કરી નાંખતો નથી.
જો આમ બે પ્રકારના સ્વભાવ (દ્રવ્યસ્વભાવ અને પર્યાયસ્વભાવ) ને
સમજે તો, પર્યાયમાં વિકાર હોવા છતાં પણ શુદ્ધ દ્રવ્યની પ્રતીત રહ્યા કરે અને
શુદ્ધ દ્રવ્યની પ્રતીતના જોરે પર્યાયસ્વભાવ પણ નિર્મળ–નિર્મળ જ થતો જાય...