: પોષ : ૨૫૦૧ આત્મધર્મ : ૯ :
૧૭. તત્ત્વજ્ઞ:– તત્ત્વનો જાણકાર હોય; જૈનધર્મના મુખ્ય તત્ત્વ શું છે? તેને બરાબર
સમજીને તેના પ્રચારની ભાવના કરે. બુદ્ધિઅનુસાર કરણાનુયોગ
વગેરે સૂક્ષ્મ તત્ત્વોનો પણ અભ્યાસ કરે. ધર્મીશ્રાવક આત્મતત્ત્વને તો
જાણે છે, તે ઉપરાંત જૈનશાસ્ત્રોના અગાધ ગંભીર શ્રુતજ્ઞાનમાં કહેલાં
વિપરીતતા છે તે પણ જાણીને તે દૂર કરવા પ્રયત્ન કરે છે.
૧૮. ધર્મજ્ઞ:– ધર્મનો જાણનાર હોય; ક્યાં નિશ્ચયધર્મની પ્રધાનતા છે, ક્યાં
વ્યવહારધર્મની પ્રધાનતાથી વર્તવું યોગ્ય છે! એમ ધર્મના બધા
પડખા જાણીને, શાસનને શોભે તેવું વર્તન કરે. શ્રાવકનો ધર્મ શું?
મુનિનો ધર્મ શું? ધર્મમાં, તીર્થોમાં શાસ્ત્રાદિમાં કે સાધર્મીમાં ક્યારે
દાનાદિની જરૂર છે! તે સંબંધી શ્રાવકને જાણકારી હોય.
૧૯. દીનતા રહિત, તેમજ અભિમાન રહિત એવો મધ્યસ્થ–વ્યવહારી: – ધર્મનું ગૌરવ
સચવાય, તેમજ પોતાને અભિમાનાદિ ન થાય–તે રીતે મધ્યસ્થ
વ્યવહારથી વર્તે, વ્યવહારમાં જ્યાં ત્યાં દીન પણ ન થઈ જાય;
રોગાદિ પ્રસંગ હોય, દરિદ્રતાદિ હોય તેથી ગભરાઈને એવો દીન ન
થાય કે જેથી ધર્મની અવહેલના થાય! અરે, હું પંચપરમેષ્ઠીનો ભક્ત,
મારે દુનિયામાં દીનતા કેવી? તેમજ દેવ–ગુરુ–ધર્મના પ્રસંગમાં
સાધર્મીના પ્રસંગમાં અભિમાન રહિત નમ્રપણે પ્રેમથી વર્તે.
સાધર્મીની સેવામાં કે નાના સાધર્મી સાથે હળવા–મળવામાં હીણપ ન
માને. એ રીતે દીન નહિ તેમજ અભિમાની નહિ એવો
મધ્યસ્થવ્યવહારી શ્રાવક હોય.
૨૦. સહજ વિનયવંત:– વિનયનો પ્રસંગ હોય ત્યાં તેને સહેજે વિનય આવે. દેવ–ગુરુનો
પ્રસંગ, સાધર્મીનો પ્રસંગ, વડીલોનો પ્રસંગ, તેમાં યોગ્ય વિનયથી
વર્તે. સમ્યક્ત્વાદિ ગુણીજનોને દેખતાં પ્રસન્નતાથી વિનય–બહુમાન–
પ્રશંસા કરે; કોઈ પ્રત્યે ઈર્ષાભાવ ન આવે. શાસ્ત્ર પ્રત્યે, ધર્મસ્થાનો
પ્રત્યે, તેમજ લોકવ્યવહારમાં પણ વિનય–વિવેકથી યોગ્ય રીતે વર્તે,
કોઈ પ્રત્યે અપમાન કે તિરસ્કારથી ન વર્તે.
૨૧. પાપક્રિયાથી રહિત:– કુદેવ, કુધર્મના સેવનરૂપ મિથ્યાત્વાદિ પાપને તેમજ માંસાદિ
અભક્ષ્ય ભક્ષણના તીવ્ર હિંસાદિ પાપોને તો સર્વથા છોડ્યા જ છે, તે
ઉપરાંત આરંભ–પરિગ્રહ સંબંધી જે પાપક્રિયાઓ, તેનાથી પણ
જેટલો બને તેટલો છૂટવાનો ને નિર્દોષ શુદ્ધ જીવનનો અભિલાષી છે.
અને, આવો જૈનધર્મ ને આવું અદ્ભુત આત્મ–