Atmadharma magazine - Ank 376
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 40 of 47

background image
: મહા : ૨૫૦૧ આત્મધર્મ : ૩૭ :
તીર્થરાજની ઉલ્લાસભરી યાત્રા; મહાવીર–ધર્મચક્રનું આગમન

વીર સં. ૨૫૦૧ માહ સુદ બીજથી પાંચમ સુધી ગીરનાર સિદ્ધક્ષેત્રની
તળેટીમાં પૂ. શ્રી કહાનગુરુની મંગલછાયામાં અનેક ઉમંગભર્યા ઉત્સવો
થયા. નેમપ્રભુની પ્રતિષ્ઠા થઈ,–નુતન માનસ્તંભમાં જિનબિંબ સ્થાપન થયું;
સહસ્રઆમ્રવન તથા પંચમટૂંકની તીર્થયાત્રા થઈ; મહાવીર ધર્મચક્રનું સાતસો
યાત્રિકોના સંઘસહિત આગમન થયું, જૈનશાસનના સારભૂત ‘જ્ઞાયકભાવ’
ના રણકારથી ગીરનારપર્વત ગુંજી ઊઠ્યો. સર્વપ્રકારે આવું
ધાર્મિકવાતાવરણ દેખીને એવી ઊર્મિ જાગતી હતી કે વાહ રે વાહ! સંતોની
સાધનાભૂમિ તનેય ધન્ય છે!–વાહ ગીરનાર વાહ! (–બ્ર. હ. જૈન)


માહ સુદ બીજની સવારમાં ગુરુદેવ સાથે ભાવભીના ચિત્તે નેમિનાથપ્રભુને યાદ
કરતાં કરતાં કલ્યાણકધામ ગીરનારમાં આવ્યા....નેમપ્રભુની વેદીપ્રતિષ્ઠાનો મંગલ
ઉત્સવ ચાલી રહ્યો હતો. મંગલ સ્વાગતવિધિ બાદ નેમપ્રભુના ભાવભીના દર્શન કર્યા.
પછી શ્રીમંડપમાં મંગલ સંભળાવતાં ગુરુદેવે કહ્યું કે સર્વજ્ઞસ્વભાવી આત્મા છે, તે
સર્વજ્ઞસ્વભાવ નેમિનાથે આ ગીરનાર ભૂમિમાં ખોલ્યો, ને દિવ્યધ્વનિ વડે જગતને
બતાવ્યો. એવા સ્વભાવની શ્રદ્ધા કરતાં પોતાને સમ્યગ્દર્શન અને આનંદરૂપ સાધકદશા
પ્રગટી તે અપૂર્વ મંગળ છે. સમ્યગ્દર્શન તે સિદ્ધપદની તળેટી છે, તે જ સિદ્ધક્ષેત્રની
યાત્રાનો સાચો પ્રારંભ છે, ભગવાન નેમિનાથ અને બોંતેર કરોડ–સાતસો મુનિવરો
અહીંથી સિદ્ધપદ પામ્યા, તો સ્મરણરૂપ આ યાત્રા છે.
શુભ–અશુભ કષાયભાવો દુઃખ છે, તેનાથી પાર શાંતસ્વરૂપ ચેતના છે; અહો!
આવા સ્વભાવની જ્ઞાનકળા પ્રગટી ત્યાં મોક્ષનો ઉત્સવ શરૂ થયો. સમ્યગ્દર્શન કર્યું તે તે
જીવ મોક્ષની તળેટીમાં આવી ગયો. અહીંથી નેમપ્રભુ મોક્ષ પધાર્યા છે ને આ તેની તળેટી
છે. સમ્યગ્દર્શન કરીને જે મોક્ષની તળેટીમાં આવ્યો તેને હવે મોક્ષધામમાં પહોંચતાં
ઝાઝીવાર નહીં લાગે. અહા, જેની તળેટીમાં આવતાં પણ અપૂર્વ આનંદનો