પ્રગટ્યું તે મંગળ છે.
ગીરનાર–તીર્થધામમાં પૂ. ગુરુદેવના સુહસ્તે ધર્મધ્વજ ફરકતો દેખીને સૌને પ્રસન્નતા થતી
હતી. ત્યારબાદ ભગવંત પંચ–પરમેષ્ઠીનું પૂજન થયું હતું. બપોરે પ્રવચનમાં સમયસારની
છઠ્ઠી ગાથામાં ‘જ્ઞાયકભાવ’ દર્શાવતાં ગુરુદેવે કહ્યું કે–આ તો નેમિનાથપ્રભુના મોક્ષનું
ધામ છે, તે મોક્ષધામની તળેટીમાં સમયસારની આ છઠ્ઠી ગાથા વંચાય છે. તેમાં કેવો
આત્મા જાણવાથી મોક્ષ થાય? તે વાત કુંદકુંદસ્વામીએ દેખાડી છે. વિદેહક્ષેત્રમાં
બિરાજમાન સીમંધરભગવાનની સાક્ષાત્ વાણી ઝીલીને આચાર્યદેવે આ શાસ્ત્રો, રચ્યાં
છે, તેમાં આત્માના પ્રચુર સ્વસંવેદન સહિતના આત્મ–વૈભવથી એકત્વ–વિભક્ત
જ્ઞાયકભાવ દેખાડયો છે.
પણ ચૈતન્યની શાંતિ તેનાથી પાર કોઈ અલૌકિક ચીજ છે. ચૈતન્યભાવરૂપ આત્માનું
સ્વસંવેદન થતાં સમ્યગ્દર્શનમાં પણ આનંદનું કોઈ અપૂર્વ ઝરણું ઝરે છે. ને પછી
મુનિદશાના મહા આનંદની તો શી વાત? આવી આનંદદશાવાળા ભગવાન નેમિનાથ
આ ગીરનારમાં બિરાજતા હતા. તેની આ ચોથી વખત યાત્રા કરવા આવ્યા છીએ.
પહેલી સં. ૧૯૯૬ માં, બીજી ૨૦૧૦ માં, ત્રીજી ૨૦૧૭ માં અને ચોથી યાત્રા આ ૨૦૩૧
માં થાય છે. મહાવીર ભગવાનના ૨૫૦૦ વર્ષીય નિર્વાણમહોત્સવના વર્ષમાં આ
નેમપ્રભુના નિર્વાણધામની યાત્રા થાય છે તથા માનસ્તંભમાં નેમપ્રભુની મંગલ પ્રતિષ્ઠા
થાય છે. કુંદકુંદાચાર્યદેવે પણ આ ગીરનારતીર્થની યાત્રા કરી હતી. તેમણે બતાવેલો
‘જ્ઞાયકભાવ’ નો આ મંત્ર મિથ્યાત્વના ઝેરને ઊતારી નાંખે છે. ભાઈ! તું એકવાર આ
મંત્ર સાંભળ! તારું ભવચક્ર અટકી જશે, ને ધર્મચક્ર શરૂ થશે.
ઉપાસવામાં આવતાં તે સમ્યક્ત્વાદિ શુદ્ધભાવરૂપે જ અનુભવાય છે; ને આવી અનુભૂતિ