Atmadharma magazine - Ank 376
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 42 of 47

background image
: મહા : ૨૫૦૧ આત્મધર્મ : ૩૯ :
તે ભગવાનનું ધર્મચક્ર છે. કષાયચક્રને નાશ કરનારું આ ધર્મચક્ર છે, તે ‘જ્ઞાયકભાવ’ ની
ઉપાસનાથી એટલે કે અનુભૂતિથી ચાલે છે.
માહસુદ ત્રીજની સવારમાં ગુજરાત પ્રદેશના ‘મહાવીર ધર્મચક્ર’ નું યાત્રાસંઘ
સહિત ગીરનારધામમાં આગમન થયું...ધર્મચક્ર દેખીને સૌને આનંદ થયો...ગુરુદેવ
ધર્મચક્રના રથમાં થોડીવાર બેઠા....અહો, વીરનાથ ભગવાન! આપનું ધર્મચક્ર આજ પણ
ચાલી રહ્યું છે ને એ ધર્મરથમાં બેસીને મુમુક્ષુ જીવો આપના મોક્ષમાર્ગમાં ચાલી રહ્યા છે.
ગુજરાતનું આ ધર્મચક્ર સાતસો જેટલા સાધર્મી યાત્રિકો સહિત ભારતના અનેક પ્રાંતોમાં
ફરશે ને ઠેરઠેર મહાવીરપ્રભુનો સન્દેશ સંભળાવશે. તલોદમાં આ ધર્મચક્રનું ઉદ્ઘાટન શ્રી
પ્રકાશચંદજી જૈન શેઠી (મધ્યપ્રદેશના મુખ્યમંત્રી) દ્વારા થયું હતું. આ પ્રસંગે
મધ્યપ્રદેશના મુખ્યમંત્રીજીએ મધ્યપ્રદેશની સરકાર તરફથી ગુજરાત પ્રદેશને રૂા.
પચાસહજાર દુષ્કાળરાહતફંડમાં આપવાની જાહેરાત કરી હતી. ભારતમાં અત્યારે મુખ્ય
પાંચમહાવીર ધર્મચક્ર ચાલી રહ્યા છે: પ્રથમ ધર્મચક્ર દિલ્હી–પાટનગરથી ચાલુ થયું–જેનું
ઉદ્ઘાટન ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇંદિરાબેન ગાંધીએ કર્યું હતું. બીજું ઇંદોર શહેરથી
શરૂ થયું છે; ત્રીજું શ્રવણબેલગોલથી ચાલી રહ્યું છે; ચોથું ધર્મચક્ર રાજગૃહી તીર્થધામથી
ચાલુ થયું છે ને પાંચમું ગુજરાતપ્રદેશનું ધર્મચક્ર ફત્તેપુરથી શરૂ થયું છે. ઠેરઠેર અભૂતપૂર્વ
જાગૃતી આવી રહી છે, ને ધર્મચક્રનું ધામધૂમપૂર્વક સન્માન થઈ રહ્યું છે. આપણે પણ
મહાવીરભગવાનના જયકાર સહિત તેમના ધર્મચક્રને આનંદથી વધાવીએ છીએ ને
ભાવના ભાવીએ છીએ કે જિનેન્દ્રભગવાનનું ધર્મચક્ર આખા દેશમાં પ્રવર્તો ને જગતના
જીવોનું કલ્યાણ કરો.
ગીરનારધામમાં એકસાથે ત્રણ ભવ્ય કાર્યક્રમો ચાલી રહ્યા છે–એક તો નેમિનાથ
ભગવાનની પ્રતિષ્ઠાનો મહોત્સવ; (આ જિનબિંબ પ્રતિષ્ઠા મહોત્સવ ભોપાલના શેઠશ્રી
બિહારીલાલજી જૈન તરફથી થયો હતો.) બીજું–ગુરુદેવ સાથે ગીરનારતીર્થની
ભાવભીની યાત્રા; ત્રીજું–અઢીહજારવર્ષીય નિર્વાણમહોત્સવ–અંતર્ગત ‘મહાવીર–
ધર્મચક્ર’ નું સંઘસહિત આગમન.
માહસુદ ત્રીજની બપોરે ૧૨ વાગે ગુરુદેવે ગીરનાર–આરોહણનો પ્રારંભ કર્યો....
ગુરુદેવને અને સાથેના ભક્તોને પણ તીર્થયાત્રાનો ઘણો ઉલ્લાસ હતો. બે વાગે પહેલી
ટૂંકે પહોંચીને તુરત સહસ્રઆમ્રવન તરફ પ્રસ્થાન કર્યું. અહો, નેમનાથ ભગવાન જ્યાં
દીક્ષા લઈને મુનિ થયા, અને જ્યાં ક્ષપકશ્રેણી માંડીને કેવળજ્ઞાની–સર્વજ્ઞ થયા ને જ્યાંથી
દિવ્યધ્વનિવડે જગતને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રનો ઉપદેશ દીધો–તે પવિત્રધામમાં જઈ