Atmadharma magazine - Ank 376
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 43 of 47

background image
: ૪૦ : આત્મધર્મ : મહા : ૨૫૦૧
રહ્યા છીએ–ત્યારે ભાવ પણ તેવા જ પવિત્ર થાય છે...અને ભાવની પવિત્રતા તે જ
ઉત્તમ તીર્થયાત્રા છે.
હવે સહસ્રઆમ્રવનમાં શ્રીગુરુ સાથે નેમપ્રભુના ચરણે બેઠા છીએ...પ્રભુના
વૈરાગ્યધામમાં ને કેવળજ્ઞાનના ધામમાં ગુરુદેવ સાથે અનેરા જ્ઞાન–વૈરાગ્યના ભાવો
જાગે છે; ગુરુદેવ પ્રમોદથી નેમપ્રભુને વારંવાર યાદ કરે છે કે અહીં જ ભગવાનનું
સમવસરણ હતું. ‘બાલબ્રહ્મચારી જિણંદપદધારી... ’ એ સ્તવન ગવડાવ્યું હતું; પછી પૂ.
બેનશ્રી–બેને પણ ઉલ્લાસથી ભક્તિ કરાવી હતી.....સહસ્રઆમ્રવનનું વાતાવરણ જ કોઈ
અનેરું છે. ત્યાંની યાત્રા કરીને જિનમંદિરમાં (પહેલી ટૂંકે) નેમપ્રભુની ભાવભીની
ભક્તિ કરી. ઘણા યાત્રિકો પહેલી ટૂંકે જ રાત રોકાયા; ગીરનાર ઉપરની કડક ઠંડી વચ્ચે
પણ નેમપ્રભુના ગુણસ્મરણવડે આખી રાત પસાર કરી...ક્યારે સવાર પડે ને ક્્યારે
પંચમ ટૂંક પર જઈને સિદ્ધક્ષેત્રની યાત્રા કરીએ–એવી ઉત્સુકતાથી યાત્રિકો ઊંઘ્યા પણ
નહીં. સવારમાં પાંચમી ટૂંકે પહોંચી ગયા...નેમપ્રભુની મૂર્તિ પહાડમાં કોતરેલી છે તેની
સન્મુખ ભક્તિભાવથી અર્ધ ચડાવ્યો. આ ટૂંકે જોકે નેમપ્રભુના ચરણપાદૂકા બિરાજે છે
પરંતુ દેશકાળઅનુસાર આજે તેની વ્યવસ્થા આપણા હસ્તકમાં રહી નથી. છતાં તે
આપણને આપણા નેમનાથ પ્રભુના મોક્ષનું સ્મરણ તો કરાવે જ છે.–આપણા પ્રભુને
આપણા હૃદયમાંથી કોઈ દૂર કરી શકે તેમ નથી. પાંચમી ટૂંકની યાત્રા કરીને પહેલી ટૂંકે
જિનમંદિરમાં અભિષેક થયો. પ્રથમ અભિષેકની બોલી છોટાલાલ ડામરદાસભાઈની
પુત્રીઓએ લીધી હતી, ને કહાન ગુરુના મંગલહસ્તે જિનેન્દ્રઅભિષેકનો પ્રારંભ થયો
હતો. ગીરનાર ઉપર આવો જિનેન્દ્રઅભિષેક દેખીને સૌને આનંદ થયો હતો. ઘણા
યાત્રિકો ચોથી ટૂંક (પ્રદ્યુમ્નસિદ્ધિધામ) ની યાત્રાએ પણ ગયા હતા. અહીં પર્વતમાં જ
જિનમૂર્તિ કોતરેલી છે–જે બરાબર પંચમટૂંકની મૂર્તિ જેવી છે. તથા ચરણપાદુકા પર્વતમાં
કોતરેલા છે. ચોથી અને પાંચમી ટૂંકની એકસરખી રચના દેખીને ખ્યાલ આવી જાય છે કે
આ બંને રચના એક જ વખતે થયેલ છે. બરાબર એવી બીજી બે જિનમૂર્તિ પર્વતના
જુદાજુદા ભાગમાં (એક ત્રીજી ટૂંક પછી પાંચમી તરફ જતાં રસ્તામાં ડાબી તરફ, અને
બીજી નીચેથી પહેલી ટૂંકે જતાં પોણાભાગ પછી જમણી તરફ) છે; બીજી મૂર્તિ ઉપર સં.
૧૪ એમ કોતરેલ છે.
આનંદપૂર્વક મહાન તીર્થધામની યાત્રા કરીને, ગુરુદેવ સાથે પૂ. બેનશ્રી–બેનની
વિધવિધ ભક્તિ ઝીલતા...ઝીલતા નીચે આવી પહોંચ્યા અને નેમપ્રભુના જય–
જયકારપૂર્વક યાત્રા પૂર્ણ થઈ.