Atmadharma magazine - Ank 376
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 44 of 47

background image
: મહા : ૨૫૦૧ આત્મધર્મ : ૪૧ :
ધ્રુવ અચલ ને અનુપમ ગતિ પામેલ નેમિનાથને
વંદી કરું હું સિદ્ધિયાત્રા શુદ્ધ–સમ્યક્ ભાવથી....
પ્રભુ નેમિનાથ મુનિ થયા અરિહંતને વળી સિદ્ધ જ્યાં...
વંદી કરી મેં તીર્થયાત્રા, કહાનગુરુ સાથમાં...
તીર્થયાત્રા, પ્રતિષ્ઠામહોત્સવ અને મહાવીરધર્મચક્ર–એવા ત્રણે મંગલ પ્રસંગમાં
ભાગ લેવા આવેલા બે હજાર જેટલા યાત્રિકોથી તીર્થધામનું વાતાવરણ ઘણું પ્રસન્નકારી
હતું; વળી ગુરુદેવ પ્રવચનમાં જ્ઞાયકભાવની સાથેસાથે વારંવાર નેમિનાથભગવાનને યાદ
કરીને ગીરનારતીર્થનો મહિમા કરતા હતા....જે સાંભળતાં એમ થતું હતું કે વાહ રે વાહ
તીર્થરાજ! તારો મહિમા કોણ ન કરે? બોંતેર કરોડ ને સાતસો સર્વજ્ઞભગવંતોના
અતીન્દ્રિય આનંદથી સ્પર્શાયેલી આ તીર્થભૂમિને કોણ ન વંદે! અહા, આવા મહાન
તીર્થમાં જ અત્યારે ગુરુદેવ સાથે બેઠા છીએ ને આનંદથી પ્રભુના સિદ્ધિપંથમાં યાત્રા કરી
રહ્યા છીએ.
શ્રમણો–જિનો–તીર્થંકરો આ રીતે સેવી માર્ગને,
સિદ્ધિ વર્યા નમું તેમને....નિર્વાણના એ માર્ગને.
સિદ્ધિ વર્યા નમું તેમને, નિર્વાણના આ ધામને.
માહ સુદ પાંચમે પ્રવચન બાદ નેમિનાથ ભગવાનના ભવ્ય (સોનગઢના
પરમાગમ મંદિરમાં જેવડા મહાવીર ભગવાન બિરાજે છે તેવડા મોટા ભવ્ય)
જિનબિંબનું સ્થાપન થયું, માનસ્તંભમાં ઉપર–નીચે નેમિનાથભગવાનની પ્રતિષ્ઠા થઈ;
તેમજ ગીરનારથી મોક્ષગામી શંબુકુમાર અનિરૂદ્ધકુમાર અને પ્રદ્યુમ્નકુમારની પ્રતિમાનું
સ્થાપન થયું. આ રીતે આનંદપૂર્વક પ્રભુની પ્રતિષ્ઠાનો મંગલ ઉત્સવ પૂર્ણ થયો. તેની
ખુશાલીમાં સાંજે ધર્મચક્રસહિત જિનેન્દ્રદેવની ભવ્ય રથયાત્રા જુનાગઢ શહેરમાં નીકળી
હતી; અદ્ભુત ઉલ્લાસભરેલી મહાન રથયાત્રા દેખીને સૌને આનંદ થતો હતો.
ગીરનારનો ઉત્સવ પૂરો કરીને ગુરુદેવ સોનગઢ પધાર્યા હતા (ને આપ જ્યારે વાંચતા
હશો ત્યારે ગુરુદેવ સુરત થઈને ભોપાલ પધાર્યા હશે ને ત્યાં મહાવીરપ્રભુના
પંચકલ્યાણક પ્રતિષ્ઠાનો મહોત્સવ ચાલી રહ્યો હશે.
જિનેન્દ્રભગવાનના કલ્યાણક જગતનું કલ્યાણ કરો.
સર્વજીવસુખકારી વીરનાથનું ધર્મચક્ર સદાય સર્વત્ર પ્રવર્તમાન હો.