: ૪૨ : આત્મધર્મ : મહા : ૨૫૦૧
આત્માની આરાધના
તું પોતે! જગતના બધા પદાર્થો કરતાં ચૈતન્યલક્ષણવડે તારી જે એક અનેરી મહત્તા–
વિશેષતા છે, તે મહાનતાને તું જાણ....
તારી જે વિશેષતા–મહાનતા છે તેનું તું જ્ઞાન પણ નહીં કરે તો તારા આત્માની
શ્રદ્ધા તું કેવી રીતે કરીશ?
અને “હું આવો ચૈતન્યસ્વરૂપે જ વેદનમાં આવનારો છું.”–એવા જ્ઞાન–શ્રદ્ધાન
વગર તું ઠરીશ શેમાં?
અરે, તારા ચૈતન્યને અત્યંત વહાલો કરીને, પ્રથમ જ તેના સ્વલક્ષણથી તેને
જાણ...જાણતાંવેત મહા અપૂર્વ પ્રમોદસહિત તને શ્રદ્ધા બેસી જશે...ને પછી તેમાં જ ઠરતાં
તને પોતાના શુદ્ધઆત્માની સિદ્ધિ થશે.
અહો, આત્માની આરાધના કેમ કરવી! તે રીત સંતોએ પ્રસિદ્ધ કરી છે. તારા
આત્માના સ્વરૂપને એકવાર જાણ તો ખરો.
જે જીવ ભવદુઃખથી થાકીને મોક્ષસુખનો અભિલાષી થયો છે–એવા મુમુક્ષુજીવને
માટે આ સમયસારમાં ઉપદેશ છે.
હે મુમુક્ષુ! અશાંતિથી તું હવે થાક્યો છે ને શાતિનો શોધક થયો છે તો પ્રથમ જ
આત્માને જાણ કે ‘આ ચૈતન્યપણે જે અનુભવાય છે તે જ હું છું. ’ એક સાથે ઘણા
ભાવો વર્તતા હોવા છતાં, પ્રવીણબુદ્ધિ વડે તેમાં ભેદ પાડ કે આમાં જે રાગાદિપણે કે
જડપણે દેખાય છે તે કોઈ હું નથી, જે ચૈતન્યભાવરૂપે વેદાય છે તે જ હું છું.–આવા
આત્મજ્ઞાનપૂર્વક આત્મપ્રતીતિરૂપ સમ્યગ્દર્શન થાય છે. તે જ સાચી શાંતિ પામવાનો
ઉપાય છે.
[જેતપુર–પ્રવચનમાંથી: સ. ગા. ૧૭–૧૮, માહ સુદ ૧]